જીવનપાથેય (રીડગુજરાતી પુસ્તિકા) : મૃગેશ શાહ

 

jivanpathey

 

 ”પુસ્તક પ્રકાશનની ઘટના દિવ્ય હોવી જોઈએ, ભવ્ય નહીં.”  અને દિવ્યતા તો સહજતા અને સરળતાને જ વરેલી છે. વડોદરા નિવાસી મૃગેશભાઈ નેટ જગત પર જીવનપ્રેરક લેખો , ( પ્રતિ દિન બે લેખ ) મૂકે છે. અને હાલ તેમણે ૧૪ ડિસેમ્બરનાં પોતાની સાઇટ www.readgujarati.com પર પ્રકાશિત અને અપ્રકાશિત લેખોનો સંચય પુસ્તકાકારે પ્રગટ કર્યો. આપણા જીવન ઘડતરમાં આપણને મદદરૂપ બને તેવા કુલ ૧૮ જેટલા વિવિધ પ્રકારના ઉત્તમ લેખોનો આ ‘જીવનપાથેય’ માં સમાવેશ કરવામાં આવ્યો છે.   તેમનાં જ શબ્દોમાં, ” પુસ્તક કે પુસ્તિકાનું પ્રકાશન અથવા વિમોચન એ પુષ્પ ખીલવા જેવી નાજૂક ઘટના છે. કોઈ કળી જ્યારે ફૂલ બનીને ખીલી ઊઠે છે ત્યારે એનો કોઈ ઘોંઘાટ નથી થતો. એ તો પરમ શાંત પળોમાં સહજ રીતે મહેંકી ઊઠે છે. આજે અહીં આ પુસ્તિકા વિશે આપને બે વાત કહું, બસ…એટલું જ વિમોચન પર્યાપ્ત છે. “   અને આ દિવ્ય વિમોચન નિમિત્તે મૃગેશભાઈને વૅબમહેફિલ અને તેના વાંચકોનાં હાર્દિક અભિનંદન.

આ પુસ્તિકા અંગે વધુ માહિતી મેળવવા ક્લિક કરો.

 

 

.


4 Comments to “જીવનપાથેય (રીડગુજરાતી પુસ્તિકા) : મૃગેશ શાહ”

  1. મૃગેશને હાર્દિક અભિનંદન…

  2. Vishvesh says:

    Awesome initiative this..thanks for the information.

  3. આ ઘટના દિવ્ય જ નહીં, ભવ્ય પણ ગણાય…

    મૃગેશને હાર્દિક અભિનંદન !!!

  4. sudhir Patel says:

    પ્રથમ પ્રકાશન બદલ મૃગેશભાઈને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME