શબ્દોને પાલવડે : દેવિકા ધ્રુવ

devikadhruva

 

શબ્દોને પાલવડે મેઘધનુષનાં રંગો ભરી, દેવિકાઆન્ટીએ નેટજગતમાં પદાર્પણ કર્યું. તો વળી, પુસ્તકાકારે પણ તેમણે કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. જેનું વિમોચન કવિ અને સંચાલક તુષાર શુક્લને હસ્તે તા. ૧૭ ડીસેમ્બર ૨૦૦૯નાં રોજ અમદાવાદ ખાતે થયું.   રેખાબહેનનાં સુંદર સંચાલન હેઠળ ગણપતિસ્તુતિથી કાનનબેને આ કાર્યક્ર્મની શરુઆત કરી.  હ્યુસ્ટનથી આવેલ વિશ્વદીપઅંકલ બારડે દેવિકાબેન અને ગુજરાતી સાહિત્ય સરિતાની પ્રવૃત્તિઓ અંગે ટૂંક પરિચય આપ્યો. ત્યારબાદ, તુષારભાઈએ પુસ્તકવિમોચન કર્યું.  આ પુસ્તક તેમણે તેમનાં સાસુ બુદ્ધિબેન ધ્રુવને અર્પણ કર્યું અને તેમણે પણ પોતાની આગવી શૈલીમાં પ્રવચન આપ્યું. આ પ્રસંગે સંજય ઓઝા અને ગૌરાંગ દિવેટીયા પણ ઉપસ્થિત રહ્યા હતાં.

તેમની રચનાઓમાં શબ્દારંભે અક્ષર એક – એક અનોખો પ્રયોગ છે. માણીએ તે રચનાઓમાંથી ચૂંટેલી પંક્તિઓ…

પુષ્પ પ્રફુલ્લિત પાનપાન પર,
પાંખ પ્રસારે પંખી પિંજર,
પનિહારી પામે પૈગામ પટપટ,
પહોંચી પામે પ્રીત પરબ પર.

તાલીઓનાં તાલે, તબલાનાં તાલે,
તડપે તનમન તન્મય તાલમાં,
તિમિરમાં તેજ તારું તસતસતું તારલે.

ધોમધખતા ધૂપથી ધીખે,
ધીમી ધીમી ધરા ધીખે,
ધક્ધક્તી ધમનીઓ ધડકે,
ધન-ધાન્યની ધગશ ધરે.

રૂડા રૂપમાં રસની રુચિ રેડી,
રંગરસિયા રમતા રાસ…..રતુંબલ રંગ રાખ્યો.
રઢિયાળી રાતે રાધા રમે,
રાસેશ્વરનો રાખ્યો રંગ…..રતુંબલ રંગ રાખ્યો.

 

 

.


7 Comments to “શબ્દોને પાલવડે : દેવિકા ધ્રુવ”

  1. વિમોચન થયાનાં સમાચાર જાણીને આનંદ થયો… ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, દેવિકાબેન…! અને આગામી શિખરો સર કરવા માટે હાર્દિક શુભકામનાઓ…

    સમાચાર આપવા બદલ પિંકીનો આભાર…

  2. Lata Hirani says:

    દેવિકાબહેનને અભિનઁદન

  3. હાર્દિક અભિનંદન !

  4. Ketan and Smita says:

    દેવિકા કાકી,

    ખુબજ સરસ ….

    બીજો ક્યારૅ ….

    કૅતન – અમદાવાદ

  5. Sangita says:

    Congratulations Devikaben!

    Lots of good wishes for many many more in future!

  6. sudhir Patel says:

    દેવિકાબેન ધ્રુવને કાવ્ય-સંગ્રહના પ્રકાશન બદલ અભિનંદન અને શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  7. મારા સર્જનના આનંદમાં સહભાગી થવા બદલ આપ સૌનો હ્ર્દયપૂર્વક આભાર.પિન્કીને ખાસ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME