તું ચાલને વરસાદમાં : અનિલ ચાવડા

 

 varsaad 

પ્રેમના અનુવાદમાં, તું ચાલને વરસાદમાં.
કોઇ પણ સંવાદમાં, તું ચાલને વરસાદમાં.

આગવી ભીનાશ લઇ ને લઇ પલળવું આગવું,
આગવા અવસાદમાં, તું ચાલને વરસાદમાં.

કોઇ પણ બંધન નહીં ને કોઇ પણ અડચણ નહીં,
માનનાં મરજાદમાં, તું ચાલને વરસાદમાં.

એકલી તું ? એકલો હું ? આપણે બન્ને જણા,
વાદ કે વિખવાદમાં, તું ચાલને વરસાદમાં.

એક વાદળ, એક કાજલ, એક પળ ને એક સ્થળ
એકલા ઉન્માદમાં, તું ચાલને વરસાદમાં.

-  અનિલ ચાવડા

 

પ્રેમનો અનુવાદ એટલે જ વરસાદ… ! આગવી ભીનાશ લઇને, આગવું પલળવાનું પ્રેમમાં… બસ, એક વાદળ અને એક કાજલ પછી ક્યાં કોઇ વાદ કે વિખવાદ વરસાદમાં…. !! 

 

 


the attachments to this post:

varsaad
varsaad


6 Comments to “તું ચાલને વરસાદમાં : અનિલ ચાવડા”

  1. વાહ… સરસ ગઝલ છે… કાફીયા-રદીફ -બંનેમાં પ્રાસ હોવાથી મૌસિકી વધે છે…

    આગવી ભીનાશ લઈ લઈને કે લઈને, લઈ?

    Pinki : આગવી ભીનાશ લઈ ને લઈ પલળવું આગવું. ( ને = અને )

  2. sudhir Patel says:

    વધુ એક વરસાદમાં ગઝલ માણવા મળી! આંતર-પ્રાસને લીધે સરસ લય ઉભો થાય છે.
    સુધીર પટેલ.

  3. સ્રરસ ગઝલ.

  4. Jay says:

    અહીં ઠંડાગાર બરફીલા વાતવરણમાં આ વરસાદી ગઝલ…’બરફ’,'ચહા’ ‘ગઝલ’ અને ‘સંવાદ’ની યાદ તાજી કરાવી ગઈ..

  5. અમને પણ પલાળી દીધા. મજા આવી.

  6. Lata Hirani says:

    આગવી ભીનાશ લઇ ને લઇ પલળવું આગવું… શેર બહુ ગમ્યો

    જો કે અત્યારે બહાર એક એક ફૂટના સ્નોના થર જામ્યા છે, ત્યારે આ ભીનાશની વાતથી થરથરી જવાય હોં !!

    લતા હિરાણી

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME