આજનું વાતાવરણ નથી : સુરેશ દલાલ
પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી,
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી.
તેં જે નથી કહી એ બધી વાત યાદ છે.
તેં જે કહી એ વાતનું કોઇ સ્મરણ નથી.
પડદો પડી ગયો છે હવે સૌ પ્રસંગ પર,
કહેતા હતા મને કે કોઇ આવરણ નથી.
હું છું તમારી પાસ, ઉપેક્ષાની રીત આ,
આંખો મીંચાઇ નહીંને મીઠું જાગરણ નથી.
અહીંયા બધી દિશાએથી પડતો રહ્યો બરફ,
દુનિયામાં માત્ર એકલા રેતીનાં રણ નથી.
તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા,
શું કાળ પાસે એકેય અખંડિત ક્ષણ નથી ?
- સુરેશ દલાલ
પ્રિયજનના વિરહમાં આખુંયે વાતાવરણ કેવું બદલાઇ જાય ?! વિરહની ક્ષણોનું દર્દીલું શબ્દચિત્ર.
.

વાહ પિન્કિબેન,
ખુબ સરસ. સમય ને અનુરુપ
વિજય પુરોહિત
સુંદર રચના…
Suresh Dalal is a modern God father of Gujarati poetry rather than just a poet. Long live Suresh Dalal.
સરસ ગઝલ.
સુરેશ ભાઈ, ગીત,કે સોનેટ લખે તો કાગળ અને પ્રિતમ ખુશ પણ ગઝલ સુરેશ ભાઈ અને જગદિશ જોશી એ લખવા પુરતી લખી છે….પણ એમા ગીત્/સોનેટ જેતલી નજાક નથી, આવુ જ હરિન્દભાઈ વિષે સોનેટમા કહી શકાય….હરિન્દભાઈના ગીત્/ગઝલ ધારદાર પણ સોનેટ્મા સુરેશભાઈ અને જગદિશ ભાઈનુ આકાશ બહુ જ વિશાળ્! આ એક વાચક પ્રિતમ લખલાણીની વાત છે..અને સુરેશભાઈ સાથે પણ આ વાત ધણી વાર કરી ચુકયો છુ.