એ લોકો અને હું : વિપિન પરીખ
એ લોકોએ ઈસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,
એ લોકોએ સૉક્રેટીસને ઝેર પાઇને માર્યો,
એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાંખ્યો.
પણ
એ લોકો મને નહીં મારી શકે.
કારણ
હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.
- વિપિન પરીખ
ઇસુ ખ્રિસ્તનાં જન્મદિને, તેમની જ નહીં, તેમનાં વિચારો અને આદર્શોની પણ ખોટ વર્તાય છે. અને ત્યારે તેમનાં જ શબ્દો યાદ આવે ” પ્રભુ, તેમને (અમને !) માફ કરી દેજે, તેમને ખબર નથી, તેઓ શું કરી રહ્યા છે ! “ આપ સૌને Merry Christmas !
આપ સૌને આજનાં દિને, જરુર માણવી ગમશે ઇસુ ખ્રિસ્તની પ્રાર્થના અને ઑડિયો-વિડીયો ગરવાગુજરાતી અને જગદીશભાઇનાં બ્લૉગ પર.
.
the attachments to this post:


SAME TO U PINKYBAHEN
સરસ
Well known poem.
Merry Christmas and Happy New Year to WebMehfil team and all readers.
સુંદર સોંસરવી ઊતરી જાય એવી રચના…
નાતાલ મુબારક…
વેધક કટાક્ષ કાવ્ય!
વેબમેહફિલને અને એના સૌ વાચક મિત્રોને નાતાલની તેમજ નવા વર્ષની શુભેચ્છાઓ!
સુધીર પટેલ.