શું લખું ? : ડૉ. વિવેક મનહર ટેલર
નવા વર્ષની હું કથા શું લખું ?
શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું ?
જૂની ક્ષણના સ્થાને નવી સ્થાપવા
પડી કેટલી આપદા, શું લખું ?
અધૂરી જ રહેવાને જન્મી છે જે,
એ ઈચ્છા તણી અવદશા શું લખું ?
શું છે, રોશની ઝગમગાતી ? શું છે ?
નરી આંખના ઝાંઝવા, શું લખું ?
નવું વર્ષ સૌને મુબારક હશે -
આ ભ્રમણા છે, જાણું છતાં શું લખું ?
ફરી એ જ દિવસો, ફરી રાત એ જ,
ફરી જીવવાની વ્યથા શું લખું ?
વળી એ જ શબ્દો અને એ જ શ્વાસ,
નવું શું છે ? ગીતો નવાં શું લખું ?
- ડૉ. વિવેક મનહર ટેલર
નવલાં વર્ષની નવલી પરોઢે, ગયા વર્ષનું સરવૈયું આવું જ કંઈક મળે. પણ રોજેરોજ અસ્ત થતો સૂર્ય પણ નવી આશ લઈ ઉદય પામે – તો ૨૦૧૦નું વર્ષ આપણાં સૌનાં હ્રદયમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ કઈક આશા જન્માવે જ છે. શરીર એ જ, વસ્ત્રો નવાં, ફરી એ જ દિવસો, ફરી રાત એ જ…. પણ , અધૂરી ઈચ્છાઓ પૂરી થાય તેવી શુભેચ્છાઓ સહ, નવું વર્ષ આપ સૌને મુબારક !! અંકિત ત્રિવેદીનાં શબ્દોમાં, મારા સપના તારી આંખે સાચા પડતાં જાય… એને નવું વર્ષ કહેવાય !
.
the attachments to this post:


સરસ, ભાવવાહી ગઝલ.
શું લખું શું લખું કરતાં વિવેકભાઈએ ઘણું લખી નાંખ્યું…!
ડોક્ટર સાહેબ- સાવ નિરાશ ન બનો- એમ કહો-
નવા સૂરજ નવા પ્રભાતની, વાત લખવી છે.
નવી ગિલ્લી નવા દાવની, વાત લખવી છે.
વ્યથા ભલે જૂની ,મૃત્યુ ભલે નિશ્ચિંત.
નવી આશા .નવા જીવનની વાત લખવી છે.
સરસ ગઝલ! બધા જ શે’ર સુંદર થયા છે.
આમ જ બસ સરળ બની સહજ લખતા રહો એવી તમને શુભેચ્છા!
સૌને નૂતન વર્ષના ફરી અભિનંદન!
સુધીર પટેલ.
નવા વરસની ચિંતાજનક અને વ્યથા સહિતની ભાવિ કલ્પનાઓ કવિ જ કરી શકે, ડો. વિવેક્ભાઈને અભિનદન…આપનો આભાર….
અભાર…
સહુ દોસ્તોને ખ્રિસ્તી નવું વર્ષ મુબાર્ક !!!
સરસ ગઝલ.
અધૂરી જ રહેવાને જન્મી છે જે
એ ઇચ્છા તણી અવદશા શું લખું?
સહજ સુંદર…
ભાઈ વિવેક્, આટલુ સમજો છો કે હવે નવુ શુ લખવુ ? અટલે સાચી સલાહ આપુ છુ બસ તમે કઈ ન લખો એમા જ મજા છે! અને છતા દાવા સાથે કઉ છુ કે ગુજરાતી ભાષા જીવ શે! અને એક બીજી વાત કયારેય કોઈ જગ્યા ખાલી નથી રહતી,લોકો ખાલી જગ્યાની રાહ જોઇને બેઠા હોય છે! તમે નવુ નહિ લખો તો કો ઈ વિશેસ વધા રે સારુ લખશે, ઈશ્વર તમારી આશા પુણ્ર કરે…તમારો હમ સફર ..અકવિ/વિવેચક ના દાદા…..
Pinki : Please write correct e-mail address.
આદરણીય વિનય વિવેકજી…
આપની ટિપ્પણી બદલ આભાર… પ્રસંશાના ફૂલ કરતાં ટીકાની ઈંટો મકાન બનાવવામાં વધુ કામ આવે છે…
નવા વર્ષના પ્રારંભે જ શ્રી વિવેકભાઈએ સુંદર રચના આપી.-અભિનંદન.
ઘણીવાર કવિની મૂળ રચના સાથે ટિપ્પણી-વિભાગમાંથી ય ઘણું શીખવા મળે છે.
વિવેકભાઈએ આજે ફરીથી ‘નામ એવા ગુણ’ઉક્તિને સાર્થક કરી બતાવી.
-ગઝલ,કવિ,ટિપ્પણી અને ભાવ-પ્રતિભાવ બધું જ સરઆંખોપર…..શું લખું ?
વાહ વિવેકભાઇ…ખુબ જ સુન્દર રચના..મજા આવી ગઇ !!
હોય છે પ્રત્યેક પળ અલગ
અને શ્વાસ પણ નવા
શરીરના એક એક રોમ પણ
બદલે રોજ રૂપ નવા
જુઓને, આ આવ્યા શબ્દો
અને કેવાં ગીત નવા
જાણે રોશની ઝગમગે
પહેરી કિરણો નવાં
લતા હિરાણી
(આ તો બસ પ્રતિભાવ છે. મને છંદ નથી આવડતા)
બોસ,
રીયલી આટલું બધું લખી નાખ્યા પછી કહો છો..
“શું લખું?”
હાલો તો તમે પણ લખતા રહો અને હું પણ લખતો રહીશ.
“માનવ”