સપનું : એષા દાદાવાલા

 

ફૂટપાથની ધારે રાત્રે સાવ ભૂખ્યા સૂઈ ગયેલાં
બાળકની આંખોમાં
કેવા સપના આવતા હશે, ખબર છે ?
એના સપનામાં પરીઓ આવી
બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જ
એમને નવાંનક્કોર કપડાં પહેરાવી
પિઝા-બર્ગર-પેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ?
કે પછી
સવારે જ એની ઉંમરનાં બાળકને
એની મમ્મી સાથે હસતું-રમતું જતાં જોઈને
એના મનમાં જે કલ્પના ચાલેલી
એવું જ કંઈક
સપનામાં આવીને સાન્તાક્લોઝ
સાચું કરી જાય ?
પણ હમણાં તો,
એને સપનામાં દેખાય છે
કપ-રકાબી ધોતાં-ધોતાં તૂટી ગયેલાં
બે નંગ કપ-રકાબીનાં પૈસા
મહિનાના જરા-અમથા પગારમાંથી કપાઈ જવાના છે તે.
ચોકલેટ લેવા માટે બચાવી રાખેલા પૈસાનો
બાપ દારુ પી ગયો છે -
આ બધાં જ સપનાઓ હમણાં હમણાં તો એને ઉંઘમાંથી ઝબકાવીને
જગાડી દે છે
પણ, ચિંતા ન કરો
થોડા દિવસ પછી એ ઝબકીને નહીં જાગે,
કારણ કે
એને સપનાઓ જ નહીં આવે !

- એષા દાદાવાળા

 

પહેલી રચનાથી જ જેણે પોતાની કલમનો વરતારો આપી જ દીધેલો તે મિત્ર એષાનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ !  સ્ત્રીસહજ સંવેદન અને કવિ સંવેદન ખૂબ જ સહજપૂર્વક ફૂટપાથ પર સૂતેલાં બાળકનું સપનું પણ આંખોમાંથી કાગળ પર ઉતારી શકે છે !!

 

 

.


9 Comments to “સપનું : એષા દાદાવાલા”

  1. Mihir says:

    I am sharing this wonderful piece of poem on my blog with due credit to author. Hope you won’t mind.

    Thanks
    Mihir

  2. Maheshchandra Naik says:

    અમારા સુરતના કવિયત્રી માટે ગૌરવ અનુભવી રહ્યો છું, શ્રી એષાબેનને અભિનદન…

  3. ખુબ જ સુંદર.

    એષાની વેબસાઇટ http://eshadadawala.wordpress.com/

    જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ.

  4. જન્મદિન મુબારક હો, એષા….

  5. Tapan says:

    Adbhut Esha…

  6. એષાને જ્ન્મદિનની વધાઈ.

  7. vihang vyas says:

    સરસ,એષાબહેનની રચનાઓ વાંચીને પેલી પંક્તિ યાદ આવે કે… ” આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે”.

  8. ravi amin says:

    અભિનન્દન્!

  9. Dr.Pankaj says:

    Excellent

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME