પાથરણું પાથર : પંચમ શુક્લ
કૈંક લખું, તું તરણું પાથર,
મસ્ત પવન પાથરણું પાથર.
હોય હવા પણ હોવું શું છે?
સૂર થઈ સાંભરણું પાથર.
સ્મિત વદનવત શૈશવ સ્રવતું,
વારિ અનોખું ઝરણું પાથર.
ખેંચ ખચીત કૈં ઊર્ધ્વ છલકશે,
શૂન્ય ગગન પર પરણું પાથર.
એક અજાયબ બંધ થયેલાં-
ચિત્ત મહીં ચાંદરણું પાથર.
- પંચમ શુક્લ
(૮.૫.૧૯૯૩)
ઊગતો સૂર્ય કે ઢળતી સાંજ, ઊછળતાં દરિયાનાં મોજાં કે શાંત નદીની લહેરો, સૂકાં રણ કે છમ્મલીલાં જંગલો… આપણું તન-મન કુદરતનાં એ જ પાંચ તત્ત્વોનું બનેલું છે અને એટલે જ તે નિસર્ગનાં સાંનિધ્યમાં પોતીકાપણું અનુભવે છે અને પરમાનંદ અનુભવી શકે છે. આવી જ કોઈક ક્ષણે પરમને પામી શકાયને ?!!
શબ્દાર્થ : વારિ – પાણી. ખચીત – અવશ્ય.
.

બહુ જ સુ>દર અભિવ્યક્તિ
ન્યાલ કરી દેતી ગઝલ… પંચમભાઇને ખોબલે ખોબલે અભિનંદન
ગઝલ સરસ થઈ છે પણ એને પચાવવા માટે થોડું મથવું પડશે એમ લાગે છે…
ખૂબ જ સુંદર તાજગી સભર શબ્દોથી છલકતી પંચમ શુકલની આગવી છાપ ધરાવતી ગઝલ!
સુધીર પટેલ.
No comment please……..sudhir patel and Harnish jani, both are yes men!
Pinki : Respected Vinayvivekji,
Now, if you don’t write your correct e-mail address. I will not moderate your comment. Moreover, one good reader will try to find good content in gazal. My readers and me too will enjoy, if you explain gazal in your own words.
N.B. It will take only few seconds to find out your identity with your address. But I don’t want because after all you are literature lover . But it’s good for you if you can find good / positive content what we can see or find in gazal. I hope you will take my response positively.
મિ. વિનયવિવેક,
તમારી જેમ પ્રીતમ લખલાણી પણ ‘યસ મેન’ જેવો શબ્દ કોમેન્ટમાં વાપરે છે. શું તમે લખલાણીનો બ્લોગઅવતાર છો ?
http://www.mitixa.com/2010/420.htm/comment-page-1#comment-2094
http://layastaro.com/?p=2736
મુશ્કેલ કાફિયા અને રેશમી રદીફમાં સુંદર ઉર્મિ સંકલન થયું છે, વાહ પંચમ !