પતંગાયણ : રમેશ પારેખ

મારા ગગનમાં આજે અનોખો પ્રસંગ છે,
કિરણોની દોર છે ને સૂરજ પતંગ છે.
- ગૌરાંગ ઠાકર
ગગનની વિશાળતા કેટલી ? આંકડાઓમાં તો માપવું સહેલું – પણ ખરું તો, આંખમાં સમાય એટલું જ વિશાળ ! અને આંખની કીકીઓમાં ઝીલાતા આ આકાશને કવિ બખૂબી ક્લિક કરી કહે છે કે, કિરણોની દોર છે ને સૂરજ પતંગ છે. તો રમેશ પારેખ વાત કરે છે, બે અને બે = ચાર આંખોનાં આકાશની. બે યુવાન હૈયાનું આકાશ કેટલું ? તો એકમેકનાં હૈયામાં સમાય એટલું !
એક છોકરો પતંગ લઈ દોડ્યો રે.. દોડ્યો રે… દોડ્યો રે.
ઘેર ફિરકીઓ પડી રહી જેમતેમ
ક્યાંક કોઈએ પૂછયું કે, અલ્યા આમ કેમ ?
વાદળી હવામાં ભાન છૂટ્યાં તે હાથ સંકોડ્યો રે ?
છુટ્ટા પતંગે ઊતરાણ કર્યાં રે એક છોકરીના ખમતીધર ખોરડે
છોકરીએ લાગલો જ ઝૂંટ્યો ને લૂંટ્યો ને સંતાડ્યો અંદરના ઓરડે
પતંગની સંતામણે જાણે પૂનમ થઈ, પડછાયા સંકેલતીક ભીંત્યું ઊડી ગઈ ;
છોકરીની કાંચળીમાં ગલગલિયાં સીંચાણાં, ઊગી ગઈ પાંખોની જોડ્યો રે.
પોતાના ઈંડાને સેવતી ટીટોડી જેમ છોકરીએ સેવ્યો પતંગ
માણસ ચાલે તો પડે પગલાંઓ એમ આ ય છોકરી ચાલે તો પડે રંગ
સાત રંગની ચાંદની વરસે ઝરમર બાણ, માં પલળે ગામનાં બે જણની ઊતરાણ ;
છોકરાએ રુંવે રુંવે કન્ના બાંધ્યા ને દોર છોકરીએ ઢીલ દઈ છોડ્યો રે.
- રમેશ પારેખ
ઉત્તરાયણનાં પતંગપર્વે આપ સૌને રંગબેરંગી શુભેચ્છાઓ. આપ સૌના ગગનમાં પણ એક અનોખો, રંગીન અને સલામત પ્રસંગ ઉજવાય. પણ એ પણ જોજો કે, કોઈ પંખીનું આભ ઓછું ના થઈ જાય.
.
the attachments to this post:


ગૌરાંગ ઠાકરના સુંદર શે’ર સાથે રમેશ પારેખનું મસ્ત ‘પતંગાયણ’ ગીત ઉત્તરાયણ નિમિત્તે માણવું ગમ્યું.
વાહ, ‘… માં પલળે ગામના બે જણની ઊતરાણ!’રમેશ પારેખ જ આ કહી શકે.
સુધીર પટેલ.
ઉત્તરાયણમાં કવિતાથી રમમાણ…
મજા પડી ગઇ..
લતા હિરાણી
સુંદર રચના…
ગૌરાંગભાઈનો શૅર અને ર.પા.ની આ પતંગાયણ બન્ને ખૂબ ગમ્યા.
ગૌરાગનો મજાનો…..! વેબ મહેફિલ નિ ઉત્તરાણા ગમિ……!!
koi patang kapaya nu, koi patang lutaaya nu
koi dor vintaya sambaarnu aaj yaad aave che,
tu mara man ne ketlu atit ma gunchvave che!!!!
From
Dev83
dsrathod.ril@gmail.com