પતંગાયણ : રમેશ પારેખ

 

patang

મારા ગગનમાં આજે અનોખો પ્રસંગ છે,
કિરણોની દોર છે ને સૂરજ પતંગ છે.
- ગૌરાંગ ઠાકર

ગગનની વિશાળતા કેટલી ?  આંકડાઓમાં તો માપવું સહેલું – પણ ખરું તો, આંખમાં સમાય એટલું જ વિશાળ !  અને આંખની કીકીઓમાં ઝીલાતા આ આકાશને કવિ બખૂબી ક્લિક કરી કહે છે કે,  કિરણોની દોર છે ને સૂરજ પતંગ છે.  તો રમેશ પારેખ વાત કરે છે, બે અને બે = ચાર આંખોનાં આકાશની. બે યુવાન હૈયાનું  આકાશ કેટલું ?  તો એકમેકનાં હૈયામાં સમાય એટલું !

 

 એક છોકરો પતંગ લઈ દોડ્યો રે.. દોડ્યો રે… દોડ્યો રે.
ઘેર ફિરકીઓ પડી રહી જેમતેમ
ક્યાંક કોઈએ પૂછયું કે, અલ્યા આમ કેમ ?
વાદળી હવામાં ભાન છૂટ્યાં તે હાથ સંકોડ્યો રે ?

છુટ્ટા પતંગે ઊતરાણ કર્યાં રે એક છોકરીના ખમતીધર ખોરડે
છોકરીએ લાગલો જ ઝૂંટ્યો ને લૂંટ્યો ને સંતાડ્યો અંદરના ઓરડે
પતંગની સંતામણે જાણે પૂનમ થઈ, પડછાયા સંકેલતીક ભીંત્યું ઊડી ગઈ ;
છોકરીની કાંચળીમાં ગલગલિયાં સીંચાણાં, ઊગી ગઈ પાંખોની જોડ્યો રે.

પોતાના ઈંડાને સેવતી ટીટોડી જેમ છોકરીએ સેવ્યો પતંગ
માણસ ચાલે તો પડે પગલાંઓ એમ આ ય છોકરી ચાલે તો પડે રંગ
સાત રંગની ચાંદની વરસે ઝરમર બાણ, માં પલળે ગામનાં બે જણની ઊતરાણ ;
છોકરાએ રુંવે રુંવે કન્ના બાંધ્યા ને દોર છોકરીએ ઢીલ દઈ છોડ્યો રે.

- રમેશ પારેખ

ઉત્તરાયણનાં પતંગપર્વે આપ સૌને  રંગબેરંગી શુભેચ્છાઓ.  આપ સૌના ગગનમાં પણ એક અનોખો, રંગીન અને સલામત પ્રસંગ ઉજવાય.  પણ એ પણ જોજો કે, કોઈ પંખીનું આભ ઓછું ના થઈ જાય.

 

 

.


the attachments to this post:

patang
patang


6 Comments to “પતંગાયણ : રમેશ પારેખ”

  1. sudhir Patel says:

    ગૌરાંગ ઠાકરના સુંદર શે’ર સાથે રમેશ પારેખનું મસ્ત ‘પતંગાયણ’ ગીત ઉત્તરાયણ નિમિત્તે માણવું ગમ્યું.
    વાહ, ‘… માં પલળે ગામના બે જણની ઊતરાણ!’રમેશ પારેખ જ આ કહી શકે.
    સુધીર પટેલ.

  2. Lata Hirani says:

    ઉત્તરાયણમાં કવિતાથી રમમાણ…

    મજા પડી ગઇ..

    લતા હિરાણી

  3. સુંદર રચના…

  4. ગૌરાંગભાઈનો શૅર અને ર.પા.ની આ પતંગાયણ બન્ને ખૂબ ગમ્યા.

  5. hardwar goswami says:

    ગૌરાગનો મજાનો…..! વેબ મહેફિલ નિ ઉત્તરાણા ગમિ……!!

  6. DEV RAJPOOT says:

    koi patang kapaya nu, koi patang lutaaya nu
    koi dor vintaya sambaarnu aaj yaad aave che,
    tu mara man ne ketlu atit ma gunchvave che!!!!

    From
    Dev83
    dsrathod.ril@gmail.com

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME