હે મા શારદા ! : અવિનાશ વ્યાસ

હે મા શારદા ! હે મા શારદા !
તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે,
તારા મયૂરનો કંઠ થવા સૂર દે.
હે મા શારદા !
તુજ મંદિરની જ્ઞાન જ્યોતિથી જીવનપંથનું તિમિર ટળે,
હે દેવી, વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ટળે,
શુભદા, શક્તિ દે… હે મા શારદા ! હે મા શારદા !
તારી વીણાનો ષડજ સૂર, પાવન કરે મુજ કવન ઉર,
તારા ચરણની ધૂળ થવા ભાગ્ય દે. હે મા શારદા !
સૂર શબ્દનો પૂર્યો સાથિયો, રંગ ભરી દો મા એમાં,
રગ રગમાં મધુ રવ પ્રગટાવી, પ્રાણ પૂરી દો ગીત લયમાં,
જ્ઞાનદા, ભક્તિ દે… હે મા શારદા ! હે મા શારદા !
- અવિનાશ વ્યાસ
આજનાં શુભ દિને મા સરસ્વતીને વંદન સહ. સી.એન.વિદ્યાવિહારમાં જે પ્રાર્થના કરતા’તા તે સરસ્વતી સ્તુતિ. ( ઑડિયો – સેજલ માંકડ વૈદ્ય )
.
the attachments to this post:


મા સરસ્વતીના ચરણોમાં સદા વંદન હો!
સુધીર પટેલ.
હેલ્લો પેીન્કિ,
આ ગેીત ‘અવિનાશ વ્યાસ’નુ લખેલુ ચ્હે.
સુન્દર વેબ્ સાઈત બનાવેી ચ્હે.
અભિનન્દન
Pinki : hi…warm welcome to webmehfil, thanks !