વસંત : યામિની વ્યાસ

 

pushpa

( મૂલ મોંઘાં છે…. ફૂલોની જાજમનાં )

દ્વાર ઉપર ટકોરા મોસમના,
ફૂલ ખીલ્યા છે સારી આલમના.

ફૂલની પાથરી દીધી કેવી ?
મૂલ મોંઘાં છે એની જાજમના.

આંગળી સ્હેજ એને અડકે તો - 
સૂર વાગે છે એમાં સરગમના.

આપણે તો કદી રડી પડીએ,
ફૂલ હસતાં રહે છે કાયમના.

માનશો ! હર વસંતે યાદ આવે,
વાયદાઓ એ મીઠા વાલમના.

- યામિની વ્યાસ

 

વસંતે હૈયાનાં દ્વાર પર ટકોરા દીધાં હોય તો કંટક રુપી જીવનમાં લાગણીઓનાં પુષ્પો સહજ રીતે ખીલી જ ઊઠે. અને ત્યારે વાલમનાં મીઠા વાયદાઓ પણ યાદ આવે જ.

 

 

.


the attachments to this post:

pushpa
pushpa

sunflower bed
sunflower bed


4 Comments to “વસંત : યામિની વ્યાસ”

  1. jjugalkishor says:

    વાયદાઓની યાદ અપાવે વસંત. સારું છે કે પાનખર એ પહેલાં વીતી ગઈ હોય છે.
    હૈયા પરના ટકોરાની વાત મજાની છે.

    તમે વેબમહેફિલે વસંતને લાવીને આગોતરો આનંદ વહેંચ્યો.

  2. સુંદર રચના…

  3. sudhir Patel says:

    મનભાવન તસ્વીર સાથે એવી જ સુંદર માતબર કાવ્ય-રચના!
    મોસમના ટકોરા અને ફૂલોની જાજમ ન ગમે તો જ નવાઈ!
    સુધીર પટેલ.

  4. Dilip says:

    ખુબ સુન્દર રચના અને તસ્વીર..બ્લોગ બર્થડેના ખુબ ખુબ અભિનન્દન.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME