પુષ્પસંહિતા : રમેશપારેખ

 

pusp1

( પુષ્પ છે એ ગ્રંથ )

આ હયાતી છે સતત ખુશ્બુ તરફ જાવાનું નામ,
ફૂલ છે એ રાઝ ખુલ્લેઆમ ચર્ચાવાનું નામ.

એનો ગજરો ગૂંથવાનું કોણ એ જાણ્યા વિના,
તૂટતા શ્વાસોને દઈએ ફૂલ ચૂંટાવાનું નામ.

પુષ્પ છે એ ગ્રંથ જે લોહી વડે ભણવો પડે,
મ્હેક એની, શ્વાસને સૌ વેદ સમજાવાનું નામ.

સામસામે બાથમાં મળવું એ બીજું કૈં નથી,
છે પીડાઓના તરજૂમાઓ મ્હેકમાં થાવાનું નામ.

ફૂલ તો છે – આંખનાં કાંઠા ઉપર બેસી, રમેશ
રંગમાં કાયા વગર તરબોળ ભીંજાવાનું નામ. 

પુષ્પ ઉર્ફે એક સોનલ નામની શ્રદ્ધા, રમેશ
વિશ્વની બેબાકળી આંખોમાં અંજાવાનું નામ.

- રમેશ પારેખ

 

ફૂલ મસ્જિદ, ફૂલ છે મંદિર,
ને એમાં મ્હેક એ જ શ્રી ઈશ્વર ! – રમેશ પારેખ

પ્રિયજનને પુષ્પ સાથે સૌ સરખાવે છે, પણ ર.પા.ને તો પુષ્પ ઉર્ફે  મંદિર-મસ્જિદ અને એક સોનલ નામની શ્રદ્ધા.  જેમ પરમ તત્ત્વ નિરાકાર તેમ સુવાસ પણ. અને તેથી જ મ્હેક શ્રી ઈશ્વર !

મત્લામાં જ તેઓ કહે છે, હયાતી એટલે ખુશ્બુ તરફ જાવાનું નામ !! શ્વાસ તૂટવાની/ખૂટવાની ઘટના પણ બ..સ ડાળ પરથી ફૂલ ખરે તેટલી જ સહજ ! અને એટલે જ કદાચ તેમની કલમ પુષ્પસંહિતા(સંગ્રહ) માટે નિમિત્ત બની.  એટલે કે,  પુષ્પનાં હોવાપણાંનો સાર ! ( સંહિતા=સાર)

 

 

.


the attachments to this post:

pusp1
pusp1


5 Comments to “પુષ્પસંહિતા : રમેશપારેખ”

  1. વાહ, શું ગઝલ છે !

    ર.પા.ના ચશ્મેથી દુનિયા સાવ નોખી જ નજરે ચડે છે… બધા જ શેર અદભુત થયા છે…

  2. sudhir patel says:

    કમાલની ગઝલ છે! વાંચીને ખરેખર વસંત આંખોમાં વસી ગઈ!
    સુંદર ગઝલની પસંદગી બદલ આભાર.
    સુધીર પટેલ.

  3. ર.પા.એ કરેલો પુષ્પની વ્યાખ્યાનો કરેલો વાસંતી વિસ્તાર. દરેક વાચને વધુને વધુ સમજાતી જાય એવી ગ્ઝ્લ.

  4. Lata Hirani says:

    તરબોળ, છાકમછોળ કરી દેતી ગઝલ્….

    લતા હિરાણી

  5. આંખના કાંઠા પર બેસી તરબોળ ભીંજાયા, સતત ખુશ્બુ તરફ ખેંચે એવી આ ખૂબસૂરત રચના છે.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME