વસંત જગાડી કોણે પાનખરે ! : નિરંજના દેસાઈ

 

vasant2 

નીરવ સૃષ્ટિને કોણે ભરી કલશોરે ?
વસંત જગાડી કોણે પાનખરે !

કોણે કીધી મનવીણાને ઝંકૃત નૂતન રાગે,
ક્યાંથી આ ઝણકાર સુણાયે જીવનના ધબકારે !
વસંત જગાડી કોણે પાનખરે !

કોના આ મૃદુ સ્પર્શે જાગે, રોમ રોમ ઉલ્લાસ,
કોના ઈશારે નાચે થૈ થૈ, ઉર સૂતા અભિલાષ !
વસંત જગાડી કોણે પાનખરે !

ક્યાંથી આ ચેતન સરવાણી આજ અચાનક પ્રગટે,
અંતરનાં મૂંગા શબદોને છંદ અનેરા લાધે !
વસંત જગાડી કોણે પાનખરે !

- નિરંજના દેસાઈ

 

સૃષ્ટિમાં ચારેકોર વસંત પથરાયેલી છે પણ, જો દિલમાં પાનખર જ ઊગી હોય તો ? પણ, વસંતનાં કામણ હૈયામાં ઊગેલી પાનખરને પણ  ઝંકૃત કરી જાય છે અને રોમ-રોમ પુલકિત થઈ જાય છે.

 

 

.


the attachments to this post:

vasant2
vasant2


2 Comments to “વસંત જગાડી કોણે પાનખરે ! : નિરંજના દેસાઈ”

  1. સુંદર ! લય ખોડંગાતો હોય એમ જણાય છે…

  2. પાનખરમાં વસંત જગાડવાની વાત ગમી. ભાવ સરસ છે.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME