ભૂકંપ : હર્ષ બ્રહ્મભટ્ટ

  haitieq

 

ધરતીના કાનમાં

કયા દુઃખની વાત કરી તેં ?

કે ધરતી

આટઆટલું કંપી ઊઠી ?

* * * * *

કયા અજંપે ?

ધરતી કંપે ?

મા થઈને ધરતી

પોતાના જ બાળને

હડસેલી દે

પોતાના ખોળામાંથી ?

કયા અજંપે ?

* * * * *

ઓચિંતી જ

ધરતી કંપવા લાગી.

થવા લાગ્યું બધું

કડડભૂસ.

અનેકાનેક વૃક્ષોનાં મૂળિયાં

ધરતીને પકડીને-જકડીને

સ્થિર કરવા

મથતાં રહ્યાં !

- હર્ષ બ્રહ્મભટ્ટ

 

૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક, ગણતંત્ર દિન તો ખરો જ … પણ તે દિવસ, જાણે-અજાણે પણ ભૂકંપની પણ યાદ અપાવે છે.  જોકે, આપણું  બંધારણ ઘડાયું તેનાં ૪૦ વર્ષે, તે જ દિવસે ભૂકંપ આવવો તે પણ કેટલું સૂચક છે,  કંઈક તો સંકેત હશે જ.   તાજેતરમાં જ હૈતીમાં આવેલા ભૂકંપે ફરીથી આપણને હલબલાવી મૂક્યાં છે.

 

 

.


the attachments to this post:

haitieq
haitieq


3 Comments to “ભૂકંપ : હર્ષ બ્રહ્મભટ્ટ”

  1. સુંદર રચના…

  2. VINOD PRAJAPATI,SILVASSA says:

    કુદરતિ આપદાઓના સવાલોના જવાબો હોય ?
    કદાચિત નથી હોતા.
    દારુણ વેદના.

  3. sudhir patel says:

    સરસ ભૂકંપ કાવ્યો!
    સુધીર પટેલ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME