દીપક રે હોલવાયો ! : રાજેન્દ્ર શાહ

 

diya  

દીપક રે હોલવાયો !
શૂન્ય ઘરમાં નિબિડ નિશીથ અંધકાર છાયો.

ઘરની ચાર દીવાલની સીમમાં મોકળી’તી મુજ ભોંય,
અસીમ તિમિર માંહી ન નીરખું કોઈની તનિક છાંય;
હાથ વડે અડકાય નહિ એની ભીંસમાં દેહ દબાયો.

દૂરને આભથી ડોકિયું કાતો તારલો બોલે ‘આય’.
પથ મારે નહિ તેજ છે એનાં (ત્યાં) કેમ કરી પહુંચાય ?
નીંદરની ચિરસોડ ચહું, નહિ જંપતો જીવ હરાયો.

- રાજેન્દ્ર શાહ

 

જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા રાજેન્દ્ર શાહનાં જન્મદિને તેમની એક રચના.  તેઓ ૨જી જાન્યુઆરી,૨૦૧૦નાં રોજ નીંદરની ચિરસોડમાં પોઢયાં  અને ગુજરાતી સાહિત્યનો એક દીપક હોલવાઈ ગયો.  તેમને શબ્દાંજલિ અર્પણ કરતાં તેમની વિવિધ રચનાઓ થકી તેમને અક્ષરદેહે મળવાનો ઉપક્રમ રાખીશું, જેમાં તેમનાં ઊર્મિકાવ્યો, સોનેટ અને ગઝલોમાંથી પણ પસાર થઈશું.

 

.


the attachments to this post:

diya
diya

diya
diya


2 Comments to “દીપક રે હોલવાયો ! : રાજેન્દ્ર શાહ”

  1. કવિના ઊર્મિકાવ્યો, સોનેટ અને ગઝલોમાંથી પસાર થતાં એમને અ-ક્ષર દેહે સ્મરતા રહેવાનો ઉપક્ર્મ ગમશે.

  2. રાજેન્દ્ર શ્આહ નિઃશંકપણે ગુજરાતી સાહિત્યાકાશે પ્રકાશિત દીપકોમાં શિરમોર છે પણ ગુજરાતી સાહિત્યનો દીપક હોલવાઈ ગયો એમ કહીએ એના કરતાં ગુજરાતી સાહિત્યનો એક પ્રમુખ દીપક હોલવાઈ ગયો એમ કહીએ તો અન્ય દિગ્ગજોની ગરિમા પણ અકબંધ રહે…

    આ શૃંખલાની પ્રતીક્ષા રહેશે…

    Pinki : yees, it can be misunderstood.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME