ગાંધી : ભાવેશ ભટ્ટ ‘મન’

 

gandhi1

 

ઓફિસની સાફસફાઈ કરતાં

પ્યુનને બોલાવી,

મેં ગાંધીજીનાં ફોટા પર

જામી ગયેલી ધૂળ બતાવી,

અને ધમકાવતાં સ્વરે

ફોટો નહિં સાફ કરવાનું કારણ પૂછયું.

ખૂબ જ નિખાલસતાથી

એણે જવાબ આપ્યો.

“સાહેબ, હું આ ફોટો

સાફ નહિં કરું.

જેટલી વાર સાફ કરવા જઉં છું

મારો ગાફો ભીનો થઈ જાય છે

અને પછી સૂકાતો જ નથી.

- ભાવેશ ભટ્ટ ‘મન’

 

ગાંધી નિર્વાણ દિને યુગપુરુષને વૅબમહેફિલ તરફથી શબ્દાંજલિ. તેમનાં વ્યક્તિત્ત્વને કોઈ પૂર્વભૂમિકાની જરુર નથી, તેમ આજની રચનાને પણ.   જો તેમનો ફોટો આપણા ઘરમાં હોય તો.. ?!!

 

 

.


the attachments to this post:

gandhi1
gandhi1


10 Comments to “ગાંધી : ભાવેશ ભટ્ટ ‘મન’”

  1. ૨૧મી સદીનું સરળ અને સચોટ કાવ્ય.

  2. સુંદર રચના…

  3. Lata Hirani says:

    હા, મારા સ્ટડીરૂમમાં ગાંધીજીનો ફોટો છે અને ભાવેશભાઇની રચના મારાયે દિલની વાત છે..
    લતા

  4. અભિવ્યક્તિ બહુ જ સચોટ અને ભાવુક્.. મજા આવી ગઇ……..

  5. sudhir patel says:

    ગાંધી નિર્વાણ્-દિને આ સચોટ કાવ્ય દ્વારા યુગપુરુષને યથાર્થ શ્રધ્ધાંજલી!
    સુધીર પટેલ.

  6. વાહ કવિ વાહ..આ ગાભો ક્યારેય ના સુકાય….

  7. જય says:

    પ્રીતમ લખલાણીની આ રચના યાદ આવી ગઈ…
    સત્યનું પગલું

    રોજ સવારે
    ગાંધીચોકમાં
    ઝાડું વાળતાં
    અઢળક પગલાંનો ઢગલો જોઈને-
    બીડી ફૂંકતો રામજી વિચારે:
    આ બધાંમાં
    સત્યનું પગલું કયું હશે?

  8. ભરચક સંદર્ભો અને રુપકથી કાવ્ય ખૂબ રસાળ બન્યું છે. ગાભાને સેવકના હાથમાં જોઇ બાપુના નયન વહ્યાં હશે?

  9. P Shah says:

    ખરેખર અસરકારક રચના, ભાવેશભાઈ !
    welcome to baroda today-22/9
    ‘એક કવિ એક સાંજ’માં આજે આપના મુખે
    આપની રચનાઓ માણીશું.

  10. nilam doshi says:

    સરસ રચના…આ ગાભો ભીનો જ રહેવો જોઇએ..હમેશા..દરેક માટે..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME