દોઉં છું : રાજેન્દ્ર શાહ

 

બેસવાનો થાક લાગે છે મને,
ચાલવા ટાણે હવાની લહર જેવો હોઉં છું.

રેશમી રંગોનું ગૌરવ ફૂલને,
મ્હેકને અણદીઠ મારામાં ભળેલી જોઉં છું.

કંપ જાગ્યે સૃષ્ટિ થાતી શબ્દની,
ને ગગન સમ પ્રેમના મૌને હું એને પ્રોઉં છું.

પામવુંનું બીજું નામ સંસ્મૃતિ,
શી ખબર એવી પળોએ હું મને શે ખોઉં છું.

હું તમારાથી જુદો કૈં છું નહીં,
રામ હું ને હું હ-રામી જે કહો તે દોઉં છું.

- રાજેન્દ્ર શાહ

 

ઊર્મિકાવ્યો અને સૉનેટ થકી જેણે ગુજરાતી સાહિત્યને ઉજળું કર્યું તેઓએ ગઝલમાં પણ પોતાની કલમ અજમાવી અને તેમાં આઝાદ ગઝલનો પ્રયોગ પણ કરેલો. આજે માણીએ તેમની કલમે એક આઝાદ ગઝલ.

 

શબ્દાર્થ :  પ્રોઉં – પરોવવું, દોઉં – બન્ને.

 

.


4 Comments to “દોઉં છું : રાજેન્દ્ર શાહ”

  1. Maheshchandra Naik says:

    ઉંચા ગજાના કવિશ્રી…..

  2. સુંદર રચના… કાફીયાબંધી ગમી ગઈ…

  3. sudhir patel says:

    ખૂબ જ સુંદર ચિંતનાત્મક આઝાદ ગઝલ!
    સુધીર પટેલ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME