હો સાંવર થોરી અંખિયનમેં : રાજેન્દ્ર શાહ

( સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ )
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયા તું ઐસો રંગ ન ડાલ, નાગર સાંવરિયો.
તું નંદલાલરો છકેલ છોરો, મૈં હું આહિર બેટી રી,
ફૂલન હાર ગલે મેં, દૂજી હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ, નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં, વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કિસીકી સુન નહિ પાવે, અપની ધૂન મચાવે રી;
હો રંગરંગમેં હિલમિલ રુમઝુટ ખેલત ભયે નિહાલ,નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
- રાજેન્દ્ર શાહ
વસંતનાં પગલાં મનુષ્યનાં હ્રદયમાં એવાં કામણ કરી જાય કે, હોરીનાં રંગોમાં રંગાઈ, ભીંજાયને જ તે તૃપ્ત થાય છે. તો વળી, કાનુડાનાં કામણ વસંતથી ઓછા થોડાં છે ? હોરી અને તે પણ કાન્હા સંગ…. વ્રજ બોલીમાં રચિત આ હોરી ગીત કદાચ એટલે જ આટલું કામણગારું લાગે છે. બસ… ફૂલન હાર ગળામાં, બીજી કોઈ હાર જેને કબૂલ જ નથી, તેવી આહિરની બેટી, અપની ધૂનમાં જ મસ્ત છે. પણ પ્રથમ પંક્તિમાં જ સાંવરિયાની આંખે છલકાતાં જોબનિયાના લાલ રંગમાં તેની ચોરી અને ચુનરિયા કેવી ભીંજાઈ ગઈ છે ?
.
the attachments to this post:


વાહ… મજાનું કાવ્ય ગોતી લાવ્યા….
દુખ સાથે જણાવવાનું કે, કવીના નામની આગળ સ્વ. લખવું પડશે.
Pinki : yees, I knew and I posted a note on it, too. http://webmehfil.com/?p=2469
વ્રજ બોલીમાં રચાયેલું અને ફાગુના રંગે રંગાયેલું સુંદર ગીત!
સુધીર પટેલ.
સુંદર ફાગુ ગીત.