પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું : રાજેન્દ્ર શાહ

 

પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.

ઊંચૈ મહલ બસૈ તું નિરંતર, બગિયન બિચ મુજ રહના,
ફૂલફૂલ ગુંજન ઊઠૈ મધુર, સુનિ મન સુખ પાવત ગહના.
મૈં અવર શબદ નવ માનું, પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.

તું નીચે કાહે નહિ આવે, એકલ રહૈ ઉદાસી ?
રૂપ, રંગ, સુરભિ સહ ખેલેં, મિલ કર દોય વિલાસી.
મૈં ઓસબિન્દુ તુમ ભાનુ, પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું. 

જલ જલ સો કાલિન્દી, દ્રુમ દ્રુમ કદંબ હૈ મન મોરે,
કુંજ ભલી વ્રજકી, તુમ બિન વૈકુંઠ નહિ સહ તોરે.
મૈં ચડું ન પરબત-સાનુ, પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.

- રાજેન્દ્ર શાહ

 

કૃષ્ણ તો ગીતામાં કહે છે, મને પામવા જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ સરળ છે.  પણ કવિને તો  ભક્તિનો, પ્રેમનો માર્ગ પણ કપરો લાગે છે. પ્રેમ એ જ ભક્તિને !   પ્રેમ કરવો તો સરળ … પણ પ્રેમને જતાવવો જ કપરો. અને કવિ એટલે જ કહે છે, ” પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું. “ 

 

 

.


4 Comments to “પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું : રાજેન્દ્ર શાહ”

  1. પ્રેમ ન કરતાય પ્રેમ કરવાની ઋજુ અભિવ્યક્તિ.

  2. નિઃશબ્દ્યાતી સુંદર્,

  3. naina says:

    It ‘s nice …..I like this poem .

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME