સવારે : રાજેન્દ્ર શુક્લ

 

raN-unt  

સૂરજને ઠેઠ સાંજે એની ખબર પડે કે,
કોઈ કિરણની ચાદર વણતું રહે સવારે.

સપનાં ભરીને ઊંટો ચાલ્યાં જતાં ઝડપથી,
રેતીમાં કોઈ પગલાં ગણતું રહે સવારે.

તૂટ્યા કરે કોઈનાં મોંઘાં સમયનાં મોતી,
એકાંત આંગણાંનું ચણતું રહે સવારે.

રાત્રિ વીતે છતાં આ મનનાં સૂના સ્મશાને,
કોઈ હજીય મંત્રો ભણતું રહે સવારે.

અંધારું ગાઢ આંખે આંજી અને પછીથી,
કોઈ લચેલ ક્ષણને લણતું રહે સવારે.

- રાજેન્દ્ર શુક્લ

 

 ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની કલમે એક હળવી ગઝલ.  વીતેલી રાત્રિ અને સવારનાં પ્રતિકોના  સંદર્ભ - સતત આપણી અંદર પણ, એક સૂર્યને ઊગાડતો રહે છે, અને એવી જ કોઇ લવચીક ક્ષણને મન લણતું  રહે છે.

 

 

.


the attachments to this post:

raN-unt
raN-unt

unt raN
unt raN

sahara_desert
sahara_desert

rajasthan-2
rajasthan-2


3 Comments to “સવારે : રાજેન્દ્ર શુક્લ”

  1. સરસ મજાની ગઝલ…

  2. sudhir patel says:

    કાફિયા વગરની સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  3. sudhir patel says:

    સૉરી, મારો કહેવાનો આશય હતો ‘મત્લા વગરની સુંદર ગઝલ’!
    સુધીર પટેલ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME