પ્રભુ : હિમલ પંડ્યા ‘પાર્થ’
જીવન વિશે પૂછે તો કહું , ઝેર છે પ્રભુ,
દરબારમાં તારા હવે અંધેર છે પ્રભુ ;
સાચું કહે છે - એમની ક્યાં ખેર છે પ્રભુ ?
ડામીસને ઘેર જો ને, લીલાલ્હેર છે પ્રભુ ;
દુશ્મનને પ્રેમ આપવાની વાત તેં કરી,
અહિંયા તો સગા ભાઈઓમાં વેર છે પ્રભુ ;
હૃદય સિવાય જોઈ લો, ધબકે છે બધું અહીં,
માણસ વિનાનું જાણે કોઈ શ્હેર છે પ્રભુ ;
આવ્યો’તો તારા દર્શને પગભર થવાને કાજ,
શોધું છું, ક્યાં પગરખાની પેર છે પ્રભુ ?
- હિમલ પંડ્યા ‘પાર્થ’
પ્રણવ પંડ્યાને હોમવર્ક પૂરું કરી જલ્દી પ્રભુને મળી, બાળ-મજદૂરીની અનેક વાતો કરવી છે. તો હિમલ પંડ્યા ઈશ્વરનાં દરબારમાં અંધેર હોવાની વાત લઈને આવ્યાં છે. વાતો તો એ જ – પણ એક નવા જ અંદાજમાં ! આજે તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ.
.

કવિશ્રીને જન્મદિવસની હાર્દિક મુબારકબાદી…
ચોથો શેર ગમ્યો. એ સિવાય ગઝલ કવિતાના સ્તર પર ઉઠી શકતી ન હોવાનું અનુભવાયું…
વાહ વાહ-બહુ સરસ વાત કહેી.
ગઝલ સામાન્ય લાગી. પાંચમો શેરનું સ્તર કવિ માટે વિચારવાલાયક છે. વિવેકભાઇની વાત સાચી છે.
પ્રભુની સામે ફરીયાદ??????????????????????????????????????????????
ભાવનગરી કવિશ્રી હિમલ પંડ્યાને જન્મ-દિવસ પર હાર્દિક વધાઈ!
સુધીર પટેલ.