અકબંધ : પુષ્પા પારેખ
એક મોતી છીપલીમાં બંધ છે,
આપણો સંબંધ પણ અકબંધ છે.
આંખ કાયમ હોય છે સચ્ચાઈને,
ને બધાં સપનાં સદા યે અંધ છે.
દોડ, જલ્દી દોડ, ઓ ઈચ્છાહરણ,
એ જ પરિચિત સાંજની મધુગંધ છે.
હું ગઈ વરસો પછી એને નગર,
ને નિહાળ્યું દ્વાર બંને બંધ છે ?
હો અજાણ્યાં તોય લાગે આપણાં,
જન્મનાં કેવા ઋણાનુબંધ છે ?
આપ જેને ડાળ માની ઝૂલતાં,
વૃક્ષના ઝૂકી ગયેલા સ્કંધ છે ?
- પુષ્પા પારેખ
જળબિંદુ સ્વાતિ નક્ષત્રમાં છીપમાં ઝીલાય ત્યારે મોતી બને … (જોકે એક લોકમાન્યતા જ છે) એવી જ રીતે, જો પ્રેમવર્ષાનું ટીપું હ્રદયમાં ઝીલાઈને અકબંધ રહે તો જ સંબંધ નામનું મોતી પરિપક્વ બને છે. જોકે, અજાણ્યા લાગતાં સંબંધ આખરે તો આપણા ગયા જન્મનાં ઋણાનુબંધ જ છે. અને જેમ વૃક્ષની ડાળીએ ઝૂલીએ એમ જ આપણે તે સંબંધને સહજ માનીએ પણ તે કોઈનાં ઝૂકી ગયેલાં સ્કંધ હોઈ શકે… ?!!
.

એક્દમ સરસ …!!!!!!!
ખૂબ જ સરસ ગઝલ… બધા શેર ગમી ગયા…
સુંદર ગઝલ..
બધા શેર સરસ થયા છે.
ખુબ સરસ અભિવ્યક્તિ………………
સરસ ગઝલ અભિવ્યક્તિ!
સુધીર પટેલ.
સરસ ભાવવાહી ગઝલ બની છે,અહીં કવિકર્મની આવડત પણ વરતાઈ રહી છે.એકસાથે અનેક વિષયને સાંકળી સશક્ત અભિવ્યક્તિ થઈ શકી છે.
-અભિનંદન.
ખુબ જ સરસ……
“એક મોતિ છીપલીમાં બંધ છે”
ખરેખર…પુષ્પા દીદી …
માની ગયા….
Mindblowing….
superb…..
મને આપની રચનાઓ ખુબ ગમે છે,
મારી રચનાઓ મારી ડાયરી ને..
જીજ્ઞેશ પારેખ “માનવ”
સ્રરસ ગઝલ.
આંખ કાયમ હોય છે સચ્ચાઈને,
ને બધાં સપનાં સદા યે અંધ છે.
સલામ છે…
લતા હિરાણી