અકબંધ : પુષ્પા પારેખ

 

એક મોતી છીપલીમાં બંધ છે,
આપણો સંબંધ પણ અકબંધ છે.

આંખ કાયમ હોય છે સચ્ચાઈને,
ને બધાં સપનાં સદા યે અંધ છે.

દોડ, જલ્દી દોડ, ઓ ઈચ્છાહરણ,
એ જ પરિચિત સાંજની મધુગંધ છે.

હું ગઈ વરસો પછી એને નગર,
ને નિહાળ્યું દ્વાર બંને બંધ છે ? 

હો અજાણ્યાં તોય લાગે આપણાં,
જન્મનાં કેવા ઋણાનુબંધ છે ? 

આપ જેને ડાળ માની ઝૂલતાં,
વૃક્ષના ઝૂકી ગયેલા સ્કંધ છે ?

- પુષ્પા પારેખ

 

જળબિંદુ સ્વાતિ નક્ષત્રમાં છીપમાં ઝીલાય ત્યારે મોતી બને … (જોકે એક લોકમાન્યતા જ છે) એવી જ રીતે,  જો પ્રેમવર્ષાનું ટીપું હ્રદયમાં ઝીલાઈને અકબંધ રહે તો જ સંબંધ નામનું મોતી પરિપક્વ બને છે. જોકે, અજાણ્યા લાગતાં સંબંધ આખરે તો આપણા ગયા જન્મનાં ઋણાનુબંધ જ છે.  અને જેમ વૃક્ષની ડાળીએ ઝૂલીએ એમ જ આપણે તે સંબંધને સહજ માનીએ પણ તે કોઈનાં ઝૂકી ગયેલાં સ્કંધ હોઈ શકે… ?!!

 

 

.


9 Comments to “અકબંધ : પુષ્પા પારેખ”

  1. chetu says:

    એક્દમ સરસ …!!!!!!!

  2. ખૂબ જ સરસ ગઝલ… બધા શેર ગમી ગયા…

  3. સુંદર ગઝલ..
    બધા શેર સરસ થયા છે.

  4. Maheshchandra Naik says:

    ખુબ સરસ અભિવ્યક્તિ………………

  5. sudhir patel says:

    સરસ ગઝલ અભિવ્યક્તિ!
    સુધીર પટેલ.

  6. સરસ ભાવવાહી ગઝલ બની છે,અહીં કવિકર્મની આવડત પણ વરતાઈ રહી છે.એકસાથે અનેક વિષયને સાંકળી સશક્ત અભિવ્યક્તિ થઈ શકી છે.
    -અભિનંદન.

  7. "માનવ" says:

    ખુબ જ સરસ……

    “એક મોતિ છીપલીમાં બંધ છે”

    ખરેખર…પુષ્પા દીદી …

    માની ગયા….

    Mindblowing….
    superb…..

    મને આપની રચનાઓ ખુબ ગમે છે,
    મારી રચનાઓ મારી ડાયરી ને..

    જીજ્ઞેશ પારેખ “માનવ”

  8. સ્રરસ ગઝલ.

  9. Lata Hirani says:

    આંખ કાયમ હોય છે સચ્ચાઈને,
    ને બધાં સપનાં સદા યે અંધ છે.

    સલામ છે…

    લતા હિરાણી

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME