હથોડી : કાર્લ સેન્ડબર્ગ (અનુ : સુરેશ દલાલ)

 

જૂના પુરાણા દેવોને

મેં જતા જોયા છે

અને નવા દેવોને આવતા.

પ્રત્યેક દિવસે

અને વરસે-વરસે

મૂર્તિઓ પડે છે અને પ્રતિમાઓ ઊભી થાય છે.

આજે હું હથોડીની ભક્તિ કરુ છું.

- કાર્લ સેન્ડબર્ગ

( અનુવાદક :  સુરેશ દલાલ) 

 

 

Original Poem by Carl Sandburg

 

I have seen

The old gods go

And the new gods come.

Day by day

And year by year

The idols fall

And the idols rise.

Today
I worship the hammer.

-  Carl Sandburg
Poetry (March 1914)
 

પ્રખ્યાત અમેરિકન કવિ કાર્લ સેન્ડબર્ગની કલમે એક હથોડી જેવો જ ભારે ઘા. સાંપ્રત પરિસ્થિતિ જોતાં આજે પણ તે એટલી જ યોગ્ય, કદાચ તેના કરતાં પણ વધુ યોગ્ય વાત લાગે.   સારે જહાઁ કી ના…  બ..સ સારે જહાઁસે અચ્છા હિન્દોસ્તાઁ માટે પણ….  પથ્થરમાંથી મૂર્તિ કંડારતા જે ચીવટ અને ધીરજ રાખીએ તેટલી જીવનમાં રાખી,  ખુદનાં જ શિલ્પી બનીએ તો – માંયલાને પણ પામી શકાય.

Read more :
Carl Sandburg on wikipediaCarl Sandburg’s biography,   Carl Sandburg’s own website

 

 

.


One Comment to “હથોડી : કાર્લ સેન્ડબર્ગ (અનુ : સુરેશ દલાલ)”

  1. Maheshchandra Naik says:

    માર્મિક વાતની રજુઆત સુપેરે શ્રી સુરેશ દલાલ જ કરી શકે, આપનો આભાર…….હેપ્પી વેલેન્ટાઈન ડે!!!!!!!!!!!!!!!!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME