હવે આંખોનું નામ નહીં આંખો : રમેશ પારેખ

 

ank 

 

સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો.

આંખો તો મોગરાની ડાળીનું નામ એને શમણું જોયાનું ફૂલ ઝૂલે,
રૂંવેરૂંવામાં પડે મ્હેકતી સવાર જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે,
હાથમાંથી ને સરકીને વહી જાતાં ભાનસાન,વીંઝે રે દૂર દૂર પાંખો.
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો. 

દીધું ન જાય કોઈ પંખીનું નામ, એવી હોઠોમાં ઊપડતી ગ્હેક,
જાણે બધું નજરાઈ જાતું ન હોય એમ – જેને જોઉં તે મ્હેક મ્હેક !
એટલું ય ઓછું ન હોય એમ ફળિયામાં આંબાની લૂમઝૂમ સાખો.
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો.

- રમેશ પારેખ

 

મુકુલ ચોકસી કહે છે એમ, પ્રેમ એટલે કે - સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.   એકમેક સાથે હ્રદય-કરારનો પહેલો એકરાર આંખોથી જ થાય છે.  અને એ આંખોનું નામ આંખો કેમ અપાય ?  વૅલેન્ટાઈન ડે નિમિત્તે રમેશ પારેખની કલમે એક પ્રણયોન્મત્ત ગીત.

 

 

.


the attachments to this post:

ank
ank

valentine
valentine


4 Comments to “હવે આંખોનું નામ નહીં આંખો : રમેશ પારેખ”

  1. Maheshchandra Naik says:

    વેલેન્ટાઈન દિવસનો આનંદ બમણો થઈ ગયો, આંખો દ્વારા જ પ્રેમ વ્યક્ત થતો હોય છે, હેપ્પી વેલેન્ટાઈન ડે!!!!!!!!!!!!!!!!!!!!!!!

  2. સુંદર મજાનું ગીત… જલ્સો થઈ ગયો…

  3. sudhir patel says:

    મનભાવન ગીત!
    Late Happy Valentine Day to all!
    સુધીર પટેલ.

  4. "માનવ" says:

    “માનવ” ખુલ્લી આખેં જે રસ્તે નથી જતો ત્યાં જ “પ્રેમ” થાય છે.

    રમેશ અંકલ રીયલી ગ્રેટ…

    અને એમાં પણ

    એમની “સાવરીયો” મારી ફેવરીટ ગઝલ

    “માનવ”

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME