એમ પૂછીને થાય નહીં પ્રેમ : તુષાર શુક્લ

 

dariyo

 

દરિયાના મોજાં કંઈ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું,
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઈ દો તમે રે ભાઈ અંતે તો હેમનું હેમ.
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી,
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું સામી અગાશી;
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમ જેમ.
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

- તુષાર શુક્લ

 

દિલમાં તો પ્રીતની લાગણી દરિયાની જેમ ઊભરાય જાય, પણ પ્રિયજનની મરજીની જાણ ન હોય. એટલે કે, આંખોનો ય આવકારો ના મળ્યો હોય ત્યારે… ?!!  જેમ દરિયાનાં મોજાં ધસમસતાં આવી રેતીને ભીંજવે, એમ જ તેને પ્રેમના દરિયામાં ભીંજવી દેજો…. ! રાજેન્દ્ર શુક્લનો એક શેર યાદ આવે છે, 
“આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઈએ.”

 

 

.


the attachments to this post:

dariyo
dariyo

2008 valsad 233
2008 valsad 233

2008 valsad 233
2008 valsad 233


One Comment to “એમ પૂછીને થાય નહીં પ્રેમ : તુષાર શુક્લ”

  1. કેટલાક ગીતો કવિ લખતા નથી, એ બસ લખાઈ જ જાય છે… આ ગીત આવું જ એક અદભુત ગીત છે.. અને એ જેટલું સાહજિક્તાથી લખાઈ ગયું છે એટલી જ સાહજિક્તાથી ગવાઈ ગયું છે… અખિલમ્ મધુરમ્ !!!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME