એક એવી તે પ્રીત : જયંત પાઠક

( એક જ કિરણમાં પ્રકાશ )
એક એવી તે પ્રીત અમે કીધી, ઘૂંટમાં આખી પિયાલી પીધી.
પીંછામાં એક, અમે પંખીને પામિયા, ને તારામાં એકલ આકાશ,
લહરીમાં એક લીધો સાગરને તાગી, ને એક જ કિરણમાં પ્રકાશ;
એક એવી તે પ્રીત અમે કીધી, કે મીટમાં નજરું હજાર બાંધી લીધી.
એક જ ઉચ્છવાસ અમે લીધો ને રોમ રોમ, ઊઘડ્યાં ફટોફટ ફૂલ,
એક જ નિશ્વાસ અમે મૂક્યો ને કંપિયાં, વનવનનાં પર્ણો વ્યાકુળ;
એક એવી તે પ્રીત અમે કીધી, કે ભંગમાં રેખાઓ ઊઘડી સીધી.
- જયંત પાઠક
પ્રીતની દોરમાં બંધાયા પછી, જયંત પાઠક કહે છે એમ, એક જ ઘૂંટમાં પિયાલી પીધી જેવો જ અનુભવ …. ! પીવાનો સ્વાદ કે સંતોષ ન પણ મળે … અને મળે તો એક પીંછા માત્રમાં પંખી કે એક કિરણમાં સૂર્ય પામ્યા જેટલો આનંદ અને નહિં તો એક નિશ્વાસ માત્ર વનનાં પર્ણો પણ કંપાવી દે !
.
the attachments to this post:


વાહ, વાહ , બહોત ખૂબ!
જ.પા.ની મારી મનગમતી રચના… આ કાવ્યની ધ્રુવકડી તો જાણે કે શ્વાસમાં વણાઈ ગઈ છે…
સુંદર પ્રીત-ગીત!
સુધીર પટેલ.