આપણને જોઈ : રાવજી પટેલ

    old-couple

( આપણને જોઈ…. પેલા ઘરડાંને )

આપણને જોઈ
પેલા બગીચામાં લીલોતરી સળવળે.

આપણને જોઈ
પેલા પતંગિયા હજીયે તે ઊડ્યા કરે.

આપણને જોઈ
પેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ.

આપણને જોઈ
પેલા ઝૂ માં આણી સારસની એક જોડ.

આપણને જોઈ
પેલા છોકરાઓ વર-વહુ બન્યા કરે.

આપણને જોઈ
પેલા ઘરડાંને ચપોચપ દાંત ફૂટે.

- રાવજી પટેલ

 

પ્રેમની વ્યાખ્યા કરવી તો શક્ય નથી, એ તો બ..સ એના ઢાઈ અક્ષરમાં જ પૂર્ણતઃ સમાયેલો છે.  અને તો પણ ‘પરિપૂર્ણ’ પ્રેમની અનુભૂતિ કરાવતું એક કાવ્ય રાવજી પટેલની કલમે… !   જેમાં ‘આપણને જોઈ’  પુનરુક્તિ , દરેકની પ્રેમની વ્યાખ્યાને પરિપૂર્ણ કરે છે.

 

 

.


the attachments to this post:

old-couple
old-couple

old couple
old couple


7 Comments to “આપણને જોઈ : રાવજી પટેલ”

  1. jjugalkishor says:

    રાવજી એટલે જ પ્રેમનું શરીરરુપે હોવું. એ શરીરથી વહેલો ગયો, પણ કાવ્યો દ્વારા ગુજરાતીમાં એ અ–મર છે.

  2. આટલી સહજતાથી પ્રેમની કેવી સરસ અભિવ્યક્તિ !!!

    આ કવિતા અંગ્રેજીમાં લખાઈ હોત તો એના કેટલા વખાણ થયા હોત !

  3. "માનવ" says:

    વિવેક સાહેબ,

    ખુબ જ સરસ કોમેન્ટ લખો છો આપ…

    મારે પણ કંઇક કહેવું છે…

    “પ્રેમમાં પડેલા નવા-નવા જુવાનીયાઓ ની દીલની વાત”

    રીયલી બોસ…

    જહાંપના તુસ્સી ગ્રેટ હો..

    “માનવ”

  4. "માનવ" says:

    શ્રી વિવેક ટેલર ની ધારદાર કોમેન્ટ મને દરેક ગુજરાતિ સાઇટમાં
    નજરે પડે છે..

    keep it up..

    “માનવ”

  5. sudhir patel says:

    આટલા વર્ષો પછી પણ આ કાવ્યની બાની અને અભિવ્યક્તિ નવીન અને તાજગીપૂર્ણ લાગે છે અને એ જ રાવજીની સિધ્ધી છે!
    સુંદર કાવ્યની પ્રસ્તુતિ બદલ આભાર!
    સુધીર પટેલ.

  6. Maheshchandra Naik says:

    પ્રેમની અભિવ્યક્તિ બાબત ડો. શ્રી વિવેકભાઈ સાથે સહમત થવુ જ રહ્યુ….

  7. Seeing us….

    Seeing us…
    The greenery of that garden quivers.

    Spotting us…
    Those butterflies continue to fly.

    Viewing us…
    Those tree-trunks crown flowers.

    Observing us…
    That zoo is brought with a pair of cranes.

    Staring at us,
    Those children role-play brides and grooms.

    Eying us…
    Those elders teeth again.

    Pancham Shukla

    Pinki : Waaaah…. bahut khub !! I’m thinking to translate… but you make richer ! superb !! thanks !!!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME