ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ : ભાગ્યેશ જ્હા

ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ, એની વેદનાની વાતોનું શું ?
કાંટાથી છોલાતી લાગણી ને સપનાઓ, ઊંઘ છતાં જાગવાનું શું ?
સુવાસે પડઘાતું આખું આકાશ, છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ, કોણ વીણે છે એકલી સુવાસ ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ, વાયરાનું ઠેકાણું શું ?
ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ.
ધારો કે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે, ને આપે ને સૂંઘે તો સારું.
ધારો કે એક દી’ ની જિંદગીમાં મળવાનું, થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝૂરવાની હોય જો સજા, તો મળવાના ખ્વાબોનું શું ?
ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ.
- ભાગ્યેશ જ્હા
ભાગ્યેશ અંકલનાં જન્મદિને વૅબમહેફિલ અને તેના વાચકો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ.
.
the attachments to this post:


અભિનન્દન ભાગ્યેશ્ અન્કલ્,
ખુબ સરસ રચના
ખુબ જ સરસ રચના છે,
પણ…
આ કવિતા ને જોઇ મારો એક જુનો અને
જાણીતો દોસ્ત યાદ આવી ગયો.
“ખીલતું ગુલાબ”
હ.વા.
જવા દો હવે વીતેલી વાતો ને યાદ કરવા નો કોઇ અર્થ નથી.
“માનવ”
Pinki : Dear Manav, just wait few days !!
વાહ બહુ સરસ અભિવ્યક્તિ.
ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ.
કવિશ્રીને જન્મ-દિવસની હાર્દિક વધાઈ!
સુધીર પટેલ.
સાચે જ ભાગ્યેશ ભૈ ૧ સુગન્ધ ચે અને ગુલાબ પન ચે
any way we luv him and happy birthday to you
aape gujarat pakshik badhane vachata karya a m kevama ka r vadhu nathi..tamara tantri lekh aamara bhashan hata…
aape amari sargam sanstha na best singer of the city na karela udghatan and america mate ni video cassete ma nu announce ment a vu ne avu tazu che 20 varshe…
aa kavita mate vandan and shubhecha o aavi j anek rachana o mate..manniya zarnabhabhi ne pranam…sanjeev mehta…jagriti…cricketer manvendra and upasna..sir namaskar
ઓહ ફરિ વચિ કવિતા….શુ કલપના ચે
ભગવાન ભલુ કરે
sanjeev mehta
શ્રી ભાગ્યેશ જ્હાને જ્ન્મદિવસની હાર્દિક શુભ કામનાઓ……….
સુંદર સંવેદનાઓથી સભર ગીત ..
સુંદર જાણીતી રચના…
કવિશ્રીને જ્ન્મદિનની વધાઈ. સુંદર અને જાણીતી રચના..વારંવાર પસાર થવું ગમે.
જ્હા સાહેબને જન્મદિવસની શુભ કામના
સુન્દર રચના
ઇશ્વર કવિઓના ખાલીપા અને ઝૂરાપાને સલામત રાખે !!
સરસ રચના
કવિને જન્મદિવસના ખુબ વધામણાઁ !!
લતા હિરાણી
મારી સુવાસ સહજ પ્રસરે છે, નથી મને કોઈ ભાર,
સ્પર્શી મને તું પણ થા કોમળ, તારો ઘણો આભાર.
કાંટાય અંગરક્ષક થઈને ચોગરદમ, લે મારી દરકાર,
કુશળ થઈ ચુંટી જો લે, તવ જીવને સુવાસ ભરનાર.
ખાલીપો દૂર કર જીવન ભરપૂર કર,એકલ હો યા હજાર,
ફરિયાદો ચાલી જશે યાદો આનંદશે,વગડો હો યા બજાર.