ચાલ્યા જતા પ્રસંગની : જવાહર બક્ષી

 

ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે,
તો પણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.

જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને,
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.

મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યા કરું,
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ?
એ શું કે વાત વાતમાં તારું સ્મરણ રહે !

સ્વપ્નાય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયા,
જીવનમાં તો પછી ‘ફના’  ક્યાંથી ઝરણ રહે ?

- જવાહર બક્ષી

 

જવાહર બક્ષી, જેઓએ પોતાની સાતસો-આઠલો ગઝલોમાંથી માત્ર એકસોને આઠ ગઝલ જ પ્રકાશિત કરી.   તેઓની ગઝલમાંથી કોઈ એક ગઝલ પસંદ કરવું ખૂબ જ કપરું જ લાગે.   અને આથી આજે તેમનાં જન્મદિને માણીએે તેમની ખૂબ જ જાણીતી અને માનીતી બે ગઝલો….!  જેમાં ત્રીજો શેર તો અદ્.ભૂત થયો છે.

 

 

.


5 Comments to “ચાલ્યા જતા પ્રસંગની : જવાહર બક્ષી”

  1. "માનવ" says:

    “સવ્પનાય બહુ તો ઓગળી ઝાકળ થઇ ગયા”

    વાહ!

    ખુબ જ સરસ રચના છે…

    “માનવ”

  2. સાદ્યંત સુંદર રચના… જવાહરભાઈની ગઝલોમાં કશું કહેવાપણું હોય જ નહીં….

  3. સાદ્યંત સુંદર રચના……

  4. Lata Hirani says:

    સરસ રચના. પહેલો શેર બહુ ગમ્યો

    લતા હિરાણી

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME