વસંતની : કિશોર મોદી

 

cherry (2)

( ગુલાબી ઈચ્છા વસંતની….  cherry blossom, Sikkim,India,2007 ) 

હર પળ હવે ગુલાબી છે ઈચ્છા વસંતની,
હર શ્વાસમાં સુહાય છે ઘટના વસંતની.

તું પાનખરને મૌનનું કારણ પૂછીશ મા,
હર પાંદ પાંદ સ્પર્શી છે લજ્જા વસંતની.

શર્મીલા સ્મિત ફૂલ જેવાં રૂપમય મળે,
હર આંખમાં નીખરતી જો આભા વસંતની.

એ ઓઢણી સુગંધથી મઘમઘતી માણી લે,
હર મંજરી ને તું વળી તનયા વસંતની.

ગુનગુન, કૂજન, પવન મહીં મર્મરની આરજૂ,
હર બાગમાં મ્હોરી ગઈ ઋચા વસંતની.

રૂપેરી યાદની પરબ લઈ સાંજ આવી છે,
હર કોઈ મોજથી પીઓ સુધા વસંતની.

- ડૉ. કિશોર મોદી

 

આપણે વસંત પંચમીનાં દિવસે, વસંતોત્સવ ઉજવીએ છીએ.  પણ ખરેખર તો ફાગણની ત્રીજે વસંતઋતુનો પ્રારંભ થયો.  અને હવે પાંદડે પાંદડે વસંતનો સ્પર્શ થઈ ચૂક્યો છે ત્યારે ફાગણમાં કોરાકટાક  કેમ રહેવાય ?  ફરી વસંત નામની રંગીન ઘટનામાં રંગાઈ,  તેને મઘમઘતી માણી   લઈએ  ?!!   ( સાભાર : આસ્વાદ )  ( આ ગુલાબી વસંત માત્ર મારા કેમેરામાં જ નહિં આંખોમાં પણ હજુયે કંડારેલી જ છે … ! ) 

 

 

.


the attachments to this post:

cherry (2)
cherry (2)


2 Comments to “વસંતની : કિશોર મોદી”

  1. sudhir patel says:

    વસંતનો વૈભવ ધરાવતી ખૂબ સુંદર ગઝલ!
    સાથે તસ્વીર પણ એટલી જ ખૂબસૂરત છે!
    બન્નેને અભિનંદન!
    સુધીર પટેલ.

  2. સુંદર રચના…

    તસ્વીર તમારી લીધેલી છે? તો તો અભિનંદન !!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME