વસંતનું આંગ્લ-અયન : પંચમ શુક્લ

daffodils

( પીળાશ… ડૅફૉડિલની )

દેશમાં વસંત ભલે અહીં તો હિમ પ્રપાત છે,
આભથી જમીન લગી શ્વેત રસ નિપાત છે.

રંગ- ગંધ- છોળ- ભ્રમરના અતીત રાગની-
નાતાલની સવાર સમી સુસ્ત યાતાયાત છે.

ગેઈલ વાયુ ત્યાં જ કહે, પ્રાણ હચમચાવતો :
કલ્પનાની ચીમની છે તો જ કાયનાત છે.

યાદ કર તું પંચમ કોકિલ સ્વરની સંજ્ઞાઓ,
ફિન્ચ, સ્પેરો, રોબિનને કંઠ એ જ વાત છે.

જા ! પીળાશ સરસવની પૉસ્ટમાં મંગાવી લે,
ડૅફૉડિલની સાથે ટપાલી શા તાલ્લુકાત છે.

- પંચમ શુક્લ

 

 પરદેશમાં પણ જેમણે હૈયે કોયલનાં ટહુકાઓ અને આંખોમાં આંબાનો મ્હોર સંઘરી રાખ્યો છે, તે સૌની મીઠી મૂંઝવણને રજૂ કરતી એક ગઝલ.  ‘ત્યાં’ ની રીત, ભાત, વેશ બધાં સાથે તાલ મિલાવતાં ‘આપણાં’  લોકો ડૅફૉડિલની પીળાશમાં સરસવ તો રોબિન અને ફિન્ચના ગાનમાં કોયલને પામવાની કોશિશ કરે જ છે.

 શબ્દાર્થ  :  આંગ્લ – અંગ્રેજી , અયન – પ્રયાણ .

 

 .


the attachments to this post:

daffodils
daffodils


5 Comments to “વસંતનું આંગ્લ-અયન : પંચમ શુક્લ”

  1. sudhir patel says:

    વસંતનું અંગ્રેજી પ્રયાણ વ્યકત કરતી સુંદર અને અનોખી ગઝલ માણવી ખૂબ ગમી!
    પંચમને અભિનંદન!
    સુધીર પટેલ.

  2. Dhwani Joshi says:

    પંચમભાઈ ની રચના હમેશા આગવી અને અનોખી હોય છે.. એમાં શબ્દો અને ભાવ બન્ને ઉત્તમ અને ઉમદા જ મળે..ખૂબ સરસ ગઝલ..

  3. "માનવ" says:

    ખુબ જ સરસ

    રચના છે આપની….

    પંચમ ભાઇ..

    “માનવ”

  4. સુંદર ગઝલ…

    ગઈકાલે જ પંચમભાઈની રચનાઓ ઑપિનિયનમાં અને ઉદ્દેશમાં વાંચી…
    અભિનંદન દોસ્ત!!!

  5. Lata Hirani says:

    જા ! પીળાશ સરસવની પૉસ્ટમાં મંગાવી લે,
    ડૅફૉડિલની સાથે ટપાલી શા તાલ્લુકાત છે.

    ક્યા બાત હૈ !!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME