હિમવર્ષા : નીલેશ રાણા
( વેરાયો છે ચંદ્ર ધરા પર… )
ધવલ આભ, ધવલ હવા, ધવલ ધવલ બની ધરતી,
હિમવર્ષાનાં ઘૂંઘટમાં પળ પળ નિશારાણી ખરતી.
વેરાયો છે ચંદ્ર ધરા પર આજે લાખો કટકે,
કે ચાંદીસમ યાદો તારી મારે આંગણ ભટકે.
વૃક્ષો આજે વૃદ્ધ થયાં, ડાળો થઈ ગઈ ધોળી,
કે નજરોના આસવમાં કોઈ ગયું ચાંદની ઘોળી.
આજ હિમાલય પીગળીને બનતો દૂધિયો સાગર,
કે ગોકુળમાં છલકાતી ગોપીની ગોરસ ગાગર.
સ્તનપાન કરી હસતાં બાળકનાં હોઠે દૂધની ઝાંઈ,
કે પ્રિયે તારા સ્મિત કેરી હરખાતી પરછાંઈ.
કૃષ્ણ આભેથી ઊતરી રાધારાણી રાસ રમે,
અહોભાગ્ય ! અલૌકિક દ્રશ્ય, કહો હવે શું ગમે ?
- નીલેશ રાણા
આપણી વસંત પરદેશમાં એટલે, ડૅફૉડિલ્સમાં સરસવની પીળાશ કે રોબિનનાં કંઠે કોયલનાં ટહુકા ! તો પરદેશમાં હિમપ્રપાત એટલે ધવલ આભ, ધવલ ધરતી તે તો જાણે ગોપીની ગોરસ ગાગર.
.
the attachments to this post:
Himvarsha
Himvarsha


ખૂબ સરસ-સવાર સવારમાં બર્ફિલી ઠ્ંડેીમાં હૂંફ આપતું આ કાવ્ય ગમ્યું-
અભિનંદન.
સરસ…સરસ..
શુ આને કવિતા કહેવાય કે જોડક્ણુ ? મને લાગે છે જોડકણુ કદાચ વધારે સારુ હોય સકે આ રચના કરતા!