હોરી-ગઝલ : સુધીર પટેલ
પ્રગટ હો ક્રિષ્ન જબ ખેલન કો હોરી,
ભયે રાધા યહાઁ હર કોઈ છોરી !
ભીગે પૂરણ ભીતર હર એક ગોપી,
લલન પિચકારી દે ઝાઝી કે થોરી !
ચલે પહને નઈ ખુશ્બૂ ઝકોરેં,
રહી સઘરી ગલી-કુંજો ય ફોરી !
કરે કારી કોયલ જબ કૂક મીઠી,
વસંતો ડાર ડારે ગઈ મહોરી !
બજાવી બંસી છિપ જાયે નજર-સે,
કરે કાન્હા સભી પર શિરજોરી !
ઉડારે જબ છબીલો છોળ ‘સુધીર’,
સ્વયં ભીગું, ગઝલ ભી રહે ના કોરી !
- સુધીર પટેલ
સૌ મિત્રોને હોળી-ધૂળેટીની ગુલાલી અને રંગબેરંગી શુભેચ્છાઓ.
.
the attachments to this post:



બિરજમેઁ ગોપી મગન હુઈ.
કાન્હાકે સંગ હોરી ખેલન,
રાસ રમન બા’વરી ભઈ.
અંગ છેડાવન, રંગ ઉડાવન,
લિપટકર કન્હૈયાકો મનભાવન,
ગીત ગાવન, નૃત્ય કરાવન
ગોપી લાજશરમ બિસર ગઈ.
દંભ નહિ મુજ જીવન મહિં,
વસ્ત્ર-ત્યાગ કર પ્રગટ હુઈ.
જબ અંદર-બાહર એક ભઈ,
તબ કાન્હાને નિજ ઉર ગ્રહી.
ગોપી આજ બડી ધન્ય હુઈ.
khoob sundar gazal.
પ્રગટ હો ક્રિષ્ન જબ ખેલન કો હોરી,
ભયે રાધા યહાં હર કોઈ છોરી ..
પ્રેમની પરિસીમા સમા કૃષ્ણ-રાધાના સંબંધને સુંદર રીતે હોળીના રંગમાં રંગી દીધો.
વ્રજ બોલીમાં સુંદર ગઝલ..
સુધીરભાઈની હોરી-ગઝલ મારા દિલને હોળીના રંગોથી ભીંજવી ગઈ. કૃષ્ણ-રાધાની અલૌકિક હોળી જ આપણા બધાના જીવનમાં રંગો અને ઉમંગો ભરી દે છે.
વિષયોનુચિત સરસ રચના!
સારી હોરી ગઝલ, બોલીનો લય પકડાયો છે.
હોળી-ધુળેટી વિશે ઘણુંજ સુંદર ગીત..અભિનંદન
સરસ ગઝલ.
સૌ મિત્રોને હોળી-ધૂળેટીની ગુલાલી અને રંગબેરંગી શુભેચ્છાઓ.
વ્ર્જ બોલીમાં વહેતી સુંદર ગઝલ
ધૃતિ મોદી-કિશોર મોદી
સરસ ગઝલ, સુધીરભાઈ !
ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Sudhirbhai….Nice ! Please do visit/comment on last 2 Posts on Chandrapukar…All Readers of this Blog are invited to my Blog !
આપ સૌને મારા તરફથી ધુળેટીની શુભકામના..!
“માનવ”
સુંદર રચના… વ્રજ બોલીમાં સરસ અભિવ્યક્તિ…
સુધિર ભાઈ, આજ રગા બહુત ખુસ ! અટલે તો અભિપ્રાય પ્રથમ વાર ધણા વખત બાદ લખુ છુ!!
H A P P Y H O L I ….!!
Govind Maru
http://govindmaru.wordpress.com/
આપ સૌ ગઝલ-ચાહકોના અમૂલ્ય સમય અને પ્રતિભાવ બદલ હાર્દિક ધન્યવાદ અને હોળી-ધૂળેટીની રંગભરી શુભેચ્છાઓ!
મનભાવન રંગીન તસ્વીર સાથે મારી હોરી-ગઝલ અહીં પ્રગટ કરવા બદલ પીંકીબેનનો પણ આભાર!
સુધીર પટેલ.