અબળા : પ્રીતમ લખલાણી

 

stri

એના દેહને

ચિતા પર અગ્નિદાહ દેવા મૂકાશે,

ત્યારે વ્યથિત અગ્નિ ચીસ પાડી ઊઠશે.

અરે ! આને હું શું બાળું ?

આ તો પહેલેથી જ બળી ચૂકેલ છે.

અથવા

તેના દેહને દફનાવવા એકાદ ખાડામાં ઉતારવામાં આવશે ત્યારે

ચિચિયારી પાડતી ધૂળ ઊડી જતાં કહેતી જશે,

અરે ! આને હું શું દફનાવું ?

આ તો અહીં આવતાં પહેલાં જ

ક્યારની ધૂળ થઈ ગઈ હતી.

કે પછી

તેના દેહને

ગીધડાં સામે ખુલ્લો મૂકી દેવાશે ત્યારે

અત્યાચાર, અન્યાય અને લાચારી તળે

ચૂંથાઈ ગયેલા દેહને જોઈ

આક્રોશ વ્યકત કરતી ગીધડાંની આંખ

પૂછી બેસશે એક પ્રશ્ન કે જે દીકરી,બહેન,પત્ની અને માતાનો

દરજ્જો ભોગવતી હતી તે

શું ક્યારેય

સ્ત્રીની જેમ જિંદગી જીવી શકી છે ખરી ?

- પ્રીતમ લખલાણી

 

માત્ર સ્ત્રી હોવાનાં કારણે ભોગવવી પડતી તકલીફોને શબ્દોમાં વ્યકત કરવી પણ મુશ્કેલ છે.સમાજે (પુરુષ માત્રની વાત નથી, વ્યાપક અર્થમાં)  સ્ત્રીને શક્તિ સ્વરુપે પૂજી છે તો તેને પગ નીચે પણ કચડી છે. કદાચ આથી જ નિર્મિશ ઠાકરે તેને અશ્રુનું ઘર કહી છે. પણ એક સ્ત્રી  એક માણસ તો છે જ જે અરુંધતીનો તારો બનવા તેને પ્રેરે છે.  વેદોમાં વર્ણવેલ નારીત્વ – સ્નેહ, કરુણા, ધીરજ, લજ્જા, ઉદારતાને આજનાં દિને વંદન.

પાંડુરંગ શાસ્ત્રી કહે છે એમ,નારીત્વનાં આ લક્ષણો જો પુરુષમાં હોય તો તે પણ વંદનીય જ છે. સ્ત્રી કે પુરુષ મનુષ્ય તરીકે દોષી સાબિત થઈ શકે પણ નારીત્વ તો વંદનીય જ છે. જેવી રીતે  પુરુષનાં ગુણ વીરતા, બહાદુરી, ચતુરાઈ ઈત્યાદિ વંદનીય છે.

 

.


the attachments to this post:

stri
stri


13 Comments to “અબળા : પ્રીતમ લખલાણી”

  1. સ્ત્રી હ્રદયની વેદનાનૅ વાચા આપતુ સરસ કાવ્ય્…

  2. preetam lakhlani says:

    પીનકી બેન્ મારી આ કવિતામા છેલ્લી પકતિમા આ પ્રમાણે છે,” માણસની જેમ” અહી પ્રગટ થયુ છે તેને બદલે” સ્ત્રીની જેમ ” હોવુ જોઈએ સમય અને અનુકુળતા હોય તો સુધારી લેશો….પ્રરગટ કરી તે બદલ આભાર્ ધણા મિત્રોને કવિતા સાથે કહી લેવા દેવા નથી, બસ આજે મારુ નામ અહી વાચશે અને લખસે કે” બકવાસ છે, શબ્દની રમત છે વિગેરે, અને આ આ લખનાર્ પોતાનુ નામ નહી લખે અને લખસેતો….વિવેચક્ આખાબોલા વિગેરે, જોકે મને તો એ પણ ગમે છે.. લતાજી, તમે ફકત્ ચુપ રહેયા એ ન ગમ્યુ, તમને તો ખબર હશે કે આ મોન જ મહાભારત નુ કારણ બન્યુ હતુ, ખેર સત્ય જે મનમા હોય તે લખયુ હોત તો ! આનદ થાત્!

    Pinki : error corrected.

  3. ના.
    નારી તો મહાન નસીબદાર છે કે માણસની જેમ એ જિંદગી જીવી શકી નથી.નારી,ખરે તું નારાયણી છે.
    એ તો મહાન નસીબદાર છે કે માણસની જેમ નહીં,દેવતાની જેમ એ માતા સ્વરુપે સદા પુજાતી રહી છે.
    અને,ખરેખર,દેવતાની જેમ માણસોના પૂજા-પાઠ સ્વરુપે ગોદા ખાઈ ખાઈ નારી સન્નારી થઈ દેવતાઈ બની ગઈ.
    ખરેખર,નારી ,માણસની જેમ જિંદગી જીવી શકી છે ખરી?

  4. sudhir patel says:

    નારી જાતિની વેદનાની વેધક કાવ્યમય રજૂઆત!
    સુધીર પટેલ.

  5. વેસ્ટકોસ્ટિયો says:

    ચોરાપર જઈ ચોવટ ડોલનાર લખુરામ. બધાની કવીતાને કાયમ વખોડિએ તો બધા આપણી ક્વીતાને વખોડવાના જ. બાવલ રોપિને કેરી ખાવના સપના ના જોવાય. ક્વીતા બિ લખિએ ને વાર્તા બિ ઘસિએ ને બેફામ વીવેચન બિ ઠોકિએ તો કશાયમાં ભલિવાર ના આવે. જેક ઓફ ઓલ બટ માસ્ટર ઓફ નન . છાપામાંથી કોઈ સ્ત્રી અતિયાચારના ન્યુઝ વાંચીને ઉચાનિચા શબ્દો ગોઠવી દેવાથિ કવીતા ના થાય.

  6. આ વાંચ્યા પછી સમય મળે તો સીમોન દ બુવાનું ” સેકન્ડ સેક્સ” પુસ્તક (લગભગ ૭૦૦ પનાનુ) વાંચશો તો સ્ત્રીની મૂળગામી હયાતિનો ખ્યાલ આવશે.સીમોન વિશ્વ વિખ્યાત ફિલોસોફર સાર્ત્રેના સાથી મિત્ર હતાઆને બન્નેવે અસ્તિત્વવાદ વિશે અઢળક
    લખ્યું છે.સ્ત્રીને કેવળ સંતપ્ત તરીકે જોવાથી માત્ર દયા જ ઉપજે, અને બદલે સ્ત્રીને
    આપણી હયાતિના સમાન સ્તરે સ્વીકારીએ તો અભીગમમ ખાસો ફરક પડશે.

  7. sudarshan shah says:

    કોઇ આ કવિતા વાઁચેીને એમ કહે કે આ બકવાસ ચ્હે એ પહેલાઁ જ કવિશ્રેીએ વિવેચક, આખાબોલાના નામે પાણી પહેલાં પાળ બાંધી દઈને સારું કામ કર્યું… કવિને પોતાને ખબર જ છે કે આ કવિતા બકવાસ છે, શબ્દની રમત છે વિગેરે…

    આ પોસ્ટ વિશે મારે કાંઇ બોલવું નથી. લતાબેને એક જ શબ્દમાં ઘણું કહી દીધું છે…

  8. preetam lakhlani says:

    ભાઈ વેસ્ટકોસ્ટિયો, આ news તમારા ધરના જ તમારી Mother અને તમારી sisters ના જ છે, જયા આગળ તમારા જેવા લાલુ અને મુલાયમ જ હોય ત્યા તો કવિતાની તો વાતજ શુ કરવી!!!…બાકી આ બકવાસ જગતની ૧૩ ભાષામા અનુવાદ થયો છે,Thanks to you,કે તમારા ધરના news મને મલી ગયા!!! ફકત કવિતાને બદલે news થય જાત્….Thank you dear pinki for editing ……… my poem.

  9. Mahesh P. Joshi says:

    મને આશ્ચર્ય એ વાત નું છે કે કવિતા ના ગમે તો એને વખોડવા ની શું જરૂર? બાકી તો જે કવિતા નાં માણી શકે એમને તો બધી કવિતાઓ શબ્દ ની રમત લાગશે.પ્રીતમભાઈ તમારી કવિતા અને એનો ભાવ મને ખુબજ ગમ્યો મારી અરજ છે કે આવીજ કવિતા લખવાનું કામ ભવિષ્યમાં પણ ચાલુ રાખજો
    મહેશ જોશી

  10. preetam lakhlani says:

    આ” sudarshn shah’પણ આ આખાબોલા અને વિવેચકની ટોળી ના એક જ તાકાના ટુકડો છે, આ નામ પણ્ અહી પ્રગટ થયુ છે અને તેનુ email adress જોઈ ને મને ખુબ મજા આવી…..હરે ભાઈ આ લખનાર કોણ છે તે જાણવુ અટલે ડાબા હાથનો ખેલ્ છે I have been working in computer fild since 1978..it is piece of cake for me…but I dont care about any comments!

  11. dr. daxa maheta says:

    હું તો પહેલિવાર આ બધી વેબ સાઈટો વાંચુ છૂ અને તેમાં આવા વ્યક્તિગત “ઉછાળા”જોઈ કહેવું છે કે માણસ હોવાનું ચુકી જવાય તેવા વાક્યો કવિતાને શોભતા નથી.

  12. rajan says:

    sri oopar aavee kavitaa vaachi dukh thaay chhe. enaathee vadhu dukh komento vaachee thaay chhe. valee kavi pote publicity melavavaa aavee halakee charchaa sharoo kare chhe e joee vadhu dukh thaay chhe.

    jenee kavitaa no 13 bhaashaa maa anuvaada thayo hoy e kavee saav aavo. rastaa par gaalaagaala karataa abhan

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME