વાત મારી : અંકિત ત્રિવેદી
વાત મારી વિસ્તરી છે ત્યારથી,
શ્વાસમાં એને ભરી છે ત્યારથી.
આપણે છૂટાં પડયાં ને જ્યારથી,
સાંજ મારી નીતરી છે ત્યારથી.
તું મને ભગવાનમાં દેખાય છે,
પ્રાથના તારી કરી છે ત્યારથી.
ગાજતું આકાશ ના વરસ્યું કદી,
હા, તમારી ખાતરી છે ત્યારથી.
ને ટહુકો ઝાડ પર બેસી ગયો,
યાદ તારી સાંભરી છે ત્યારથી.
સ્મિતની સાથે મને પણ લઈ ગયાં,
આંખ તારા પર ઠરી છે ત્યારથી.
એક ચ્હેરો જે મને ભૂલી ગયો,
આ કલમ બસ તરવરી છે ત્યારથી.
- અંકિત ત્રિવેદી
અંકિત ત્રિવેદીની તરવરતી કલમે માણીએ તેમની વિસ્તરેલી વાતને. અને, હજુ પણ વિસ્તરો તેવી જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
.

જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ….
“સ્મિતની સાથે મને પણ લઈ ગયાં,
આંખ તારા પર ઠરી છે ત્યારથી.
એક ચ્હેરો જે મને ભૂલી ગયો,
આ કલમ બસ તરવરી છે ત્યારથી”
અતિ સુંદર
સ્મિતની સાથે મને પણ લઈ ગયાં,
આંખ તારા પર ઠરી છે ત્યારથી.
વાહ વાહ
સુંદર દ્રશ્ય આપ્યું તમારી કલમએ
વખાણ કરું અંકિતભાઈના ક્યારથી
મહેશ જોશી
જન્મદિને ઉર્મિભર્યા ઉમળખે આશિષ.. વિતેલ શ્વાસોનું સરવૈયું કાઢવાનો સમય ફાળવશો..એ જ પ્રાર્થના..
આજે અમેરિકાથેી ફોન પર તમારો કાર્યક્રમ ચાલુ હતો ત્યારે વાત થઇ. ક્યારેક જરુર મળશું..
શ્રી અંકિતભાઈને જન્મદિનની અઢળક શુભેચ્છાઓ.
અને સુંદર ગઝલ બદલ અભિનંદન.
અંકિતભાઈને ગઝલપૂર્વક શુભેચ્છાઓ..!
અંકિત, જન્મદિન ની અઢળક શુભેચ્છાઓ.. આપના શબ્દો, બસ આમ જ, ગઝલપૂર્વક, સહુના દિલ પર હંમેશા અંકિત રહે..
અંકીત ભાઇ,
આપને જન્મદિન ની શુભકામઓ…
અને આપ વર્ષો વર્ષ ઉત્તરો-ઉત્તર પ્રગતિ કરો
એવી પ્રભુને પ્રાથના.
“માનવ”
તું મને ભગવાનમાં દેખાય છે,
પ્રાથના તારી કરી છે ત્યારથી.
superb….
ઓહ hu to tamari gazlo vachva mate tarasti hti…..
su adbhut Gazlo hoy 6e tamari………
EXCELLENT…..i hve no words seriously…..hats off to u.