આપણું અમદાવાદ : માધવ રામાનુજ

nadi-amdavad

( સાબરમતી તટે એક સાંજ )

સાબરમતી નિરંતર જેને હૈયે નિર્મળ વહે,
દેશ અને દુનિયામાં જેનું નામ ગૂંજતું રહે.
આપણું અમદાવાદ.

ઋષિ, સંત, વિદ્વાન, ઑલિયા, મહાજનોની ભૂમિ,
કલા, કસબ, ઉદ્યોગ, ધર્મ, શિક્ષણ, ચિંતનની ભૂમિ;
અભય અને સાહસ આ ભૂમિના કણકણમાં વહે,
દેશ અને દુનિયામાં જેનું નામ ગૂંજતું રહે.

મંદિર, મસ્જિદ, દેરાસર કે જાળી અને મિનારા,
ખડકી, પોળ, મહોલ્લામાં જીવન સહુનાં મજીયારાં;
કિલ્લા, દરવાજા, તળાવ ઈતિહાસ બનીને રહે,
દેશ અને દુનિયામાં જેનું નામ ગૂંજતું રહે.

સ્થાપત્યો, ભંડાર ગ્રંથનાં સંગ્રહસ્થાન અનોખાં,
વાણી-પાણીને વહેવારે અમદાવાદી નોખાં;
સૂર શબ્દની પરંપરાનું ગૌરવ ઉજ્જ્વળ વહે,
દેશ અને દુનિયામાં જેનું નામ ગૂંજતું રહે.

રથયાત્રા કે હોય તાજિયા કે ગરબો થઈ ઘૂમે,
ઉત્તરાયણે પતંગ થઈને નભ આખું ચૂમે;
વારે-તહેવારે ઉત્સવમાં હળી મળીને રહે,
દેશ અને દુનિયામાં જેનું નામ ગૂંજતું રહે.

રિવરફ્ર્ન્ટની રોનકમાં ઝળહળતું રહે નિરંતર,
આશ્રમથી દાંડીની યાત્રા નથી સ્મરણમાં અંતર;
પ્રાચીન અર્વાચીન થઈ આંખોમાં રમતું રહે,
દેશ અને દુનિયામાં જેનું નામ ગૂંજતું રહે.

હાર-જીત ભૂલી હંમેશા રહ્યાં સહુ સંગાથે,
દેશ અને દુનિયાની સાથે સદા સમયની સાથે;
અહો નિરંતર અંતરમાં આ ગાન ગૂંજતું રહે,
દેશ અને દુનિયામાં જેનું નામ ગૂંજતું રહે.

- માધવ રામાનુજ

સાભ્રમત્યા સ્તરે ગુપ્તં તીર્થઁ પરમપાવનમ્
ખડ્.ગધારમિતિ રવ્યાંત કર્લો ગુપ્તં ભવિષ્યતિ – પદ્મપુરાણ (૧૫૪.૧)

આશરે સોળમી સદીમાં રચાયેલ પદ્મપુરાણમાં સાભ્રમતી અને તેને કિનારે આવેલ તીર્થસ્થાનોનાં વર્ણન પરથી સાબરમતીનું નામ સાભ્રમતી હોવાનું સુસંગત છે.  આજે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટની રોનકમાં ઝળહળવા થનગની રહી છે ત્યારે માધવ રામાનુજની કલમે પ્રાચીન અને અર્વાચીન અમદાવાદની વાતો માણવી જરુર ગમશે. હુલ્લડો એટલે અમદાવાદ એવું જાણનારને, મુસ્લિમ આગેવાનો રથયાત્રાનું સ્વાગત કરે અને તાજિયામાં હિન્દુ આગેવાનો સહકાર આપે તે વાત જાણી જરુર આશ્ચર્ય થશે.

*આજનાં દિને જ, ૧૨ માર્ચ, ૧૯૩૦નાં રોજ, દાંડી કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ હતી.

.


the attachments to this post:

sabarmati
sabarmati

nadi-amdavad
nadi-amdavad


6 Comments to “આપણું અમદાવાદ : માધવ રામાનુજ”

  1. દાંડીકૂચની યાદ કરાવવા બદલ આભાર… સવાર-સવારથી મનમાં આ વિચાર ઘુમરાયા કરતો હતો કે આજની તારીખ કોઈક રીતે વિશેષ છે… પણ વિચારની ડમરીઓ આ વાંચીને શાંત થઈ… આભાર!

    કોઈ પણ અખબારમાં આ વાતની નોંધ સરખી પણ ન લેવાઈ એનું દુઃખ પણ થયું…

    ખેર, કવિતા પણ સુંદર છે… માણવી ગમી…

  2. કલ્પેશ ડી. સોની says:

    Amadavad એટલે ચૈતન્યવાદ.
    A=અ(નથી),
    mada=મડાં/મડદાં(નિષ્પ્રાણ),
    vad=વાદ
    અર્થાત એવો વાદ જે જીવંત છે, મડદાં જેવો મર્ત્ય નથી.

  3. કલ્પેશભાઈની સોના જેવી અમૂલ્ય કલ્પનાને દાદ આપવી ઘટે.
    અમદાવાદને હવે અમડાવાદ લોકો કહેશે તો કોઈને ગમશે ખરું?

  4. આપણું અમદાવાદ….!

    જબર દસ્ત…..!

  5. we are waiting for your new post…

  6. સરસ પ્રાસંગિક રચના.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME