અભાગી રહ્યું છે : ડૉ. મહેશ રાવલ
હજુ પણ સતત એમ લાગી રહ્યું છે,
મને કોઇ આજે ય તાગી રહ્યું છે !
ગયું પણ નથી, કોઇ આવ્યું નથી અહીં,
છતાં આંગણું કેમ જાગી રહ્યું છે ?
હતું એ તો હું ક્યારનો ખોઇ બેઠો,
મને કોણ મારાથી માગી રહ્યું છે !
જુદી છે હકીકત હવે સાવ તો પણ,
કશુંક શૂળની જેમ, વાગી રહ્યું છે !
ન રાખી શકાયું કશું હાથવેંતે,
અને હસ્તગત પણ અભાગી રહ્યું છે !
- ડૉ. મહેશ રાવલ
જિંદગીમાં ક્યારેય કશું હાથવગું તો હોતું જ નથી… અને હાથવેંતમાં હોય ત્યારે હથેળીમાં કશુંક ખૂટી જાય, એમ પણ બને. સતત શૂળની જેમ ભોંકાતી જિંદગીની ન ભૂલાતી ક્ષણો ક્યારેય આપણો પીછો છોડતી હોતી નથી. માણસ અને જિંદગીની નાડ પારખવામાં પણ પાવરધા એવાં ડૉકટર – મહેશઅંકલની કલમે ખરેખર તેવી ક્ષણો હૂબહૂ ઉજાગર થઈ છે.
.

મહેશભાઈની આ સુંદર ગઝલ તેમના મુખે જ સાંભળી હતી. ફરીવાર અહીં માણી.
જુદી છે હકીકત હવે સાવ તો પણ,
કશુંક શૂળની જેમ, વાગી રહ્યું છે !
વાહ્! સરસ
સપના
સુંદર ગઝલ…
બધા જ શેર સરસ થયા છે… ગઝલ ફરીને માણવી ગમી…
ગયું પણ નથી, કોઇ આવ્યું નથી અહીં,
છતાં આંગણું કેમ જાગી રહ્યું છે ?
આને કહેવાય માટીની મહેંક ….
અમેરીકામાં રહી ને આપણી માતૃભાષા ને આટલું બધું
માન આપે છે એ જાણીને તેમને સલામ કરવાની ઇચ્છા થાય છે,,,
“માનવ”
દીદી,
આજે વિવેક ભાઇનો જન્મદીન છે તો તમે તેમની કોઇ રચના નહીં મુકો..
“માનવ”
સુંદર ગઝલ ફરી માણી.
સુધીર પટેલ.
મહેશભાઈની એક ઓર મઝાની ગઝલ.