એક દરિયાથી નદી છૂટી પડી : હરદ્વાર ગોસ્વામી

 

એને વિસ્તરવા જગા ટૂંકી પડી,
એક દરિયાથી નદી છૂટી પડી.

જ્યારથી માણસ થયો છે ચાલતો,
ત્યારથી આ કેડીઓ લૂલી પડી.

ચાંદ, સૂરજ, તારલા દોડી ગયા,
એક વ્યક્તિ એમ કંઈ ભૂલી પડી.

ઓશીકું આકાશનું હું પણ કરત,
આભની કિંમત જરા ઊંચી પડી.

આજ દરિયો ડૂબવાનો છે જરૂર,
આજ દીવાદાંડી પણ તૂટી પડી.

- હરદ્વાર ગોસ્વામી

 

હરદ્વાર ગોસ્વામીની કલમે એક ઉમદા, સરળ બાનીની ગઝલ …. જેને કોઈ દીવાદાંડીની જરુર પણ નથી.  ક્યાંય પણ ભૂલા પડ્યા વગર ગઝલની કેડીએ ચાલવાની મજા !

 

 

.


11 Comments to “એક દરિયાથી નદી છૂટી પડી : હરદ્વાર ગોસ્વામી”

  1. Harshil says:

    ખુબ જ સરસ….!!

  2. સાચે જ બધા જ શેર સુંદર થયા છે.

  3. sudhir patel says:

    કવિ-મિત્ર હરદ્વાર ગોસ્વામીની સુંદર ગઝલ વાંચી આનંદ! અભિનંદન!
    સુધીર પટેલ.

  4. એને વિસ્તરવાની જગ્યાએ ભૂલથી વિસ્તારવા ટાઇપ થઈ ગયું લાગે છે…

    સુંદર ગઝલ..

  5. ખૂબ સરસ ગઝલ, એકે એક શે’ર ખૂબ સુંદર અને અર્થસભર છે.

    એને વિસ્તારવા જગા ટૂંકી પડી
    એક દરીયાથી નદી છૂટી પડી.

    વાહ, ….

  6. nilam doshi says:

    nice gazal..

  7. raksha says:

    ever waiting for ur rare dish…nvo sangrah gamyo, ho!

  8. pragnaju says:

    સર્વાંગ સુંદર ગઝલ
    એને વિસ્તરવા જગા ટૂંકી પડી,
    એક દરિયાથી નદી છૂટી પડી.

    જ્યારથી માણસ થયો છે ચાલતો,
    ત્યારથી આ કેડીઓ લૂલી પડી.
    વાહ્
    જલઘોષ દરિયાનો નહિ પણ નદીનો.
    તમારી નજર સામે જ પાણી – પાણી થઈ ગયેલો સમય અફડાતો, … વેરાવાની પીડા આંસુ બનીને છૂટી નીકળી હોય તેમ તીરાડોમાંથી ઝીણી ધારારૂપે પાણી વહ્યા કરે …

  9. rajesh gajjar says:

    થયો વિચારતો…
    ને ગઝલ નાની પડી…
    સુન્દર રચના….

  10. ઓશીકું આકાશનું હું પણ કરત,
    આભની કિંમત જરા ઊંચી પડી.
    … સરસ.

  11. baldevpari --junagdh says:

    થયો વિચારતો…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME