મન તને ક્યાં જાણ છે : કિરીટ ગોસ્વામી

 

મન તને ક્યાં જાણ છે ?
ખોખલા ખેંચાણ છે.

લોક પરમેશ્વર ગણે,
હું કહું છું : પહાણ છે.

છીછરાં તું ના સમજ,
આંસુમાં ઊંડાણ છે.

ઠેસ તો વાગી મને ;
કો’ક લોહીઝાણ છે.

તું ખસી ગઈ એકાએક ;
ચિત્ર મુજ નિષ્પ્રાણ છે.

- કિરીટ ગોસ્વામી

 

સંબંધ એટલે - સારી રીતે કે સમાન રીતે બંધાયેલું, જોડાયેલું.  પણ,  સંબંધોનું ખોખલાપણું  હોય અને છતાંય મનનું ખેંચાણ હોય ત્યાં આંસુનાં ઊંડાણ સિવાય શું જોવા મળે ? 

 

.


6 Comments to “મન તને ક્યાં જાણ છે : કિરીટ ગોસ્વામી”

  1. nilam doshi says:

    really nice one…

  2. Rohit Patel says:

    –VERY VERY NICE—- I LOVE THIS FACT OF LIFE!
    My hearty “CONGRATULATIONS” and thanks a million to dear
    Kirit Goswami. — I love this very much. U made my morning!
    —Rohit Patel

  3. લોક પરમેશ્વર ગણે,
    હું કહું છું : પહાણ છે.

    - આ વાંચતા જ સુંદરમની પંક્તિ યાદ આવી:

    નમું તને પથ્થરને? નહીં, નહીં;

    શ્રદ્ધા તણા આસનને નમું નમું

  4. sudhir patel says:

    ટૂંકી બહેરમાં મોટી વાત! ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  5. pragnaju says:

    સુંદર ગઝલ
    “મેરા મુજ મેં કુછ ભી નહીં,
    જો કુછ હૈ, વો તેરા હૈ ”
    ની ભાવના

  6. jatin maru says:

    ખુબ જ સરસ અભિનન્દન કિરિત ભાઈ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME