મન તને ક્યાં જાણ છે : કિરીટ ગોસ્વામી
મન તને ક્યાં જાણ છે ?
ખોખલા ખેંચાણ છે.
લોક પરમેશ્વર ગણે,
હું કહું છું : પહાણ છે.
છીછરાં તું ના સમજ,
આંસુમાં ઊંડાણ છે.
ઠેસ તો વાગી મને ;
કો’ક લોહીઝાણ છે.
તું ખસી ગઈ એકાએક ;
ચિત્ર મુજ નિષ્પ્રાણ છે.
- કિરીટ ગોસ્વામી
સંબંધ એટલે - સારી રીતે કે સમાન રીતે બંધાયેલું, જોડાયેલું. પણ, સંબંધોનું ખોખલાપણું હોય અને છતાંય મનનું ખેંચાણ હોય ત્યાં આંસુનાં ઊંડાણ સિવાય શું જોવા મળે ?
.

really nice one…
–VERY VERY NICE—- I LOVE THIS FACT OF LIFE!
My hearty “CONGRATULATIONS” and thanks a million to dear
Kirit Goswami. — I love this very much. U made my morning!
—Rohit Patel
લોક પરમેશ્વર ગણે,
હું કહું છું : પહાણ છે.
- આ વાંચતા જ સુંદરમની પંક્તિ યાદ આવી:
નમું તને પથ્થરને? નહીં, નહીં;
શ્રદ્ધા તણા આસનને નમું નમું
ટૂંકી બહેરમાં મોટી વાત! ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
સુંદર ગઝલ
“મેરા મુજ મેં કુછ ભી નહીં,
જો કુછ હૈ, વો તેરા હૈ ”
ની ભાવના
ખુબ જ સરસ અભિનન્દન કિરિત ભાઈ.