સર્જન કરી લઉં છું : અકબરઅલી જસદણવાલા
મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.
સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું,
નયન નિર્મળ કરીને રૂપનાં દર્શન કરી લઉં છું.
નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું,
બહુધા હું હૃદયમાં એક આંદોલન કરી લઉં છું.
અમે પાગલ અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,
પ્રતિમા હો કે હો પડછાયો હું આલિંગન કરી લઉં છું.
સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં ?
વિસર્જન થાય છે નિત, નિત નવું સર્જન કરી લઉં છું.
- અકબરઅલી જસદણવાલા
પરિવર્તન એ તો સંસારનો અફર નિયમ છે, અને જો સમય-સંજોગ સાથે તાલ ન મેળવીએ તો, જીવનનો લય પણ ખોરવાઇ જાય છે. પણ સમજપૂર્વક તેનું અવલોકન કરી, સંશોધન કરી જીંદગી સાથે ઐક્ય સાધી શકાય. ‘બોલે તેનાં બોર વેચાય’ અને ‘ના બોલ્યામાં નવગુણ’ – તદ્દન વિરોધાભાસ ધરાવતી આ બે કહેવતો જીવનમાં પ્રસંગોપાત ઉચિત ઠરે છે. છ શેરની આ નાનકડી ગઝલ-ગીતામાં જાણે કે, ગીતાનાં છ અધ્યાયનો સાર સમાઇ ગયો છે.
શબ્દાર્થ : સમષ્ટિ-સમગ્ર, સમાલોચન-અવલોકન.
.

ખૂબ સુંદર અને મારી માનીતી રચના…
સુન્દર રચના
રવિન્દ્ર ત્રિવેદિ
સુંદર જાણીતી રચના…
સુંદર સર્જન… સનાતન સત્યને ખૂબ જ સુંદર રીતે ગઝલ રૂપે પેશ કર્યું છે
સુંદર વિચાર પ્રેરક ગઝલ!
સુધીર પટેલ.
તમે સાવ સાચી રીતે મૂલવી ગઝલને પિન્કીબેન,
ખરેખર આ છ શેરમાં ગીતાના જાણે કે ૬ અધ્યાયની ગર્ભિત વાત વણી લીધી છે અકબરઅલીજીએ.
એમના દિકરી,રાજકોટ ઝનાના હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે સેવા આપતાં હતાં ત્યારે એમને મળવાનું થયેલું લગભગ ૧૯૭૮ની આસપાસ….હું ત્યારે ઈન્ટર્નશીપમાં હતો
જુની યાદો તાજી કરી આપી તમે તો આજે…..
આભાર.
વાહ… જાણીતી અને માનીતી ગઝલ.
બહુંજ સરસ રચના, આ રચનામાં જીવન જીવવાની કળા તમે સમાવી લીધી છે, સંજોગો સાથે કઈ રીતે સમધાન કરવું તે સમજાય છે.
Dear Pinkiben,
This is a part of a long poem that Akabarali Jasdanwala wrote in 1930s or 1940s. My mother once gave me the long version many years ago in her own hand-writing. By this poem he has acquired the same position as Harihar Bhatt for writing the poem, “Mahanal ek ja de chinagari…”. These two poets I consider Mahakavi for writing only one such great poem! They were standing on a great spiritual height when they wrote such a poem. Similar situation is true for Narsinh Mehta when he wrote, “Vaishnav Jan to Tene re kahie je pid parai Jaa ne re!”
Dinesh O. Shah, University of Florida, Gainesville,USA and D D University, Nadiad, India
Dear Dinesh uncle,
if possible, plz share it with us
it will be great pleasure for me.
[...] લઉં છું. સૌજન્ય: Fun_4_Amdavadi_Gujarati વિચાર જગત Webમહેફિલ કવિલોક લયસ્તરો ગુજરાત સેન્ટર હજુ પણ [...]