રાખનાં રમકડાં : અવિનાશ વ્યાસ
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે,
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે.
રાખનાં રમકડાં.
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે,
આ મ્હારું, આ ત્હારું કહીને, એકબીજાને ભાંડે રે.
રાખનાં રમકડાં.
કાચી માટીની કાયા માથે, માયા કેરા રંગ લગાયા,
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં, ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે.
રાખનાં રમકડાં.
અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો, આવી તેવી ગઈ.
રાખનાં રમકડાં.
- અવિનાશ વ્યાસ
૧૯૪૯માં આવેલ ગુજરાતી ચલચિત્ર ‘મંગલફેરા’નું આ જાણીતું ગીત આજે છ દાયકા પછી પણ એટલું જ માનીતું છે. પંચતત્ત્વોથી બનેલ આ માનવ-દેહ આખરે એ જ પંચતત્ત્વોમાં ભળી જવાનો છે - એ સનાતન સત્યને ગીતમાં આવરી લેવામાં આવ્યું છે. વળી, કાચી માટીની કાયાને ઈશ્વર જ માયાના રંગ લગાડી, ઢીંગલા-ઢીંગલીની રમતો માંડે છે અને મૃત્યુ બાદ આવતાં જન્મે અધૂરી રમત શરુ થાય છે. જો કે, હાર-જીત તો આપણે જ વેઠવી પડે છે.
રામનવમીનાં પવિત્ર દિનની આપ સૌને અંત:કરણથી શુભેચ્છાઓ કે સૌનાં હ્રદયમાં રામનો જન્મ થાય અને રાવણનો નાશ ….વળી, ભારતમાં પુન: રામરાજ્ય સ્થપાય તેવી પણ અભ્યર્થના.
.

તંત અનંતનો તંત કે પછી અંત-અનંતનો તંત?
Pinki : yes, error corrected.
સરળ ગીતમાં ગહન વાત!
સૌને રામનવમીની હાર્દિક વધાઈ!
સુધીર પટેલ.
સુંદર ભજન…વાર્ંવાર સાંભળવાનું મન થાય..ગાવાનું મન થાય..
ખૂબજ જાનણીતી આ રચના છે. ક્ષણભંગૂર જીવનની વાતો સાંભળીએ ત્યારે નાહકની જીવનણી વિટંબણાઓથી રિબાવાનું, દુખી થવાનું જરુરી નથી એ સંનમજાઈ જાય છે, પછી ‘સુખે સુવાનો વેપાર’ થાય. મારી રચના, ‘જીવન ખેતર’ આપને જરૂર ગમશે.
ખુબ જ સરસ છે..
જેટલી વાર સાંભળીએ
આનંદ થાય તેવી અમર રચના
ીI
ીI