રાખનાં રમકડાં : અવિનાશ વ્યાસ

 

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે,
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે. 
રાખનાં રમકડાં.

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે,
આ મ્હારું, આ ત્હારું  કહીને, એકબીજાને ભાંડે રે. 
રાખનાં રમકડાં.

કાચી માટીની કાયા માથે, માયા કેરા રંગ લગાયા,
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં, ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે. 
રાખનાં રમકડાં.

અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો, આવી તેવી ગઈ. 
રાખનાં રમકડાં.

- અવિનાશ વ્યાસ

 

૧૯૪૯માં આવેલ ગુજરાતી ચલચિત્ર ‘મંગલફેરા’નું આ જાણીતું ગીત આજે  છ દાયકા પછી પણ એટલું જ માનીતું છે.  પંચતત્ત્વોથી બનેલ આ માનવ-દેહ આખરે એ જ પંચતત્ત્વોમાં ભળી જવાનો છે -  એ સનાતન સત્યને ગીતમાં આવરી લેવામાં આવ્યું છે.  વળી, કાચી માટીની કાયાને ઈશ્વર જ માયાના રંગ લગાડી,  ઢીંગલા-ઢીંગલીની રમતો માંડે છે અને મૃત્યુ બાદ આવતાં જન્મે અધૂરી રમત શરુ થાય છે.  જો કે,  હાર-જીત તો આપણે જ વેઠવી પડે છે.  :)

રામનવમીનાં પવિત્ર દિનની આપ સૌને અંત:કરણથી શુભેચ્છાઓ કે સૌનાં હ્રદયમાં રામનો જન્મ થાય અને રાવણનો નાશ ….વળી, ભારતમાં પુન: રામરાજ્ય સ્થપાય તેવી પણ અભ્યર્થના. 

 


7 Comments to “રાખનાં રમકડાં : અવિનાશ વ્યાસ”

  1. તંત અનંતનો તંત કે પછી અંત-અનંતનો તંત?

    Pinki : yes, error corrected. :)

  2. sudhir patel says:

    સરળ ગીતમાં ગહન વાત!
    સૌને રામનવમીની હાર્દિક વધાઈ!
    સુધીર પટેલ.

  3. vishwadeep says:

    સુંદર ભજન…વાર્ંવાર સાંભળવાનું મન થાય..ગાવાનું મન થાય..

  4. ખૂબજ જાનણીતી આ રચના છે. ક્ષણભંગૂર જીવનની વાતો સાંભળીએ ત્યારે નાહકની જીવનણી વિટંબણાઓથી રિબાવાનું, દુખી થવાનું જરુરી નથી એ સંનમજાઈ જાય છે, પછી ‘સુખે સુવાનો વેપાર’ થાય. મારી રચના, ‘જીવન ખેતર’ આપને જરૂર ગમશે.

  5. ખુબ જ સરસ છે.. :)

  6. pragnaju says:

    જેટલી વાર સાંભળીએ
    આનંદ થાય તેવી અમર રચના

  7. harshad brahmbhatt says:

    ીI
    ીI

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME