કહે છે : મનહર મોદી

 

કહે છે ઉનાળો તો આંસુઓ સારે,
ને કારણ પૂછું છું તો કપડાં નિતારે.

તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાં,
એ હમણાં બતાવું કે કાલે સવારે ?

અહીં ક્યારનો એમ બેસી રહ્યો છું,
કે પડછાયો મારો છે સામે કિનારે.

ઘણી વાર એમ જ ગગનમાં જઉં છું,
મને ચાંદ પોતાના ઘરમાં ઉતારે.

હવે ઊંઘ આવે તો દરિયાઓ ઢોળું,
ભલી આંખ મારા જ જેવું વિચારે.

અહીં રમ્ય ખુશ્બો અને કંટકો છે,
એ જાણીને જે કોઈ આવે, પધારે.

સમય હોય ડંકા તો ચાલો વગાડો,
અમે જોઈએ બાર વાગે છે ક્યારે ?

- મનહર મોદી

 

કાંટા ફેરવી, સમય દોડાવીને ચોમાસું તો નહિં લવાય પણ ઉનાળાની ગરમીમાં ઠંડક કરી દેતી ગઝલ તો માણીએ.  મનહર મોદીનો આગવો મિજાજ રજૂ કરતી એક ગઝલ.

 

 

.


3 Comments to “કહે છે : મનહર મોદી”

  1. sudhir patel says:

    મારા પ્રિય ગઝલકારની ખૂબ જ માનીતી ગઝલ ફરી ફરી માણવી ગમી!
    ગઝલના પૂરા મિજાજ સાથે આધુનિક ગઝલ કોને કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ એટલે આ ગઝલ!
    સુધીર પટેલ.

  2. સુધીરભાઈના મંતવ્ય સાથે સહમત.

  3. સુંદર રચના… બે ઘડી વિચારવા મજબૂર કરી દે એવી…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME