નાટક : ગૌરાંગ ઠાકર

 

prexako 

( બધાં પ્રેક્ષકો તો ઊઠીને ગયાં છે …. શ્વાસનું કેમ લંબાય નાટક ? )

 

મને જોઈ લઉં ત્યાં શરુ થાય નાટક,
પછી હું જીવું એ બની જાય નાટક.

આ હૈયું રડે ને આંખો હસાવું,
કહો રોજ કઈ રીતે ભજવાય નાટક ?

સતત પાત્ર જેવું જીવી લઉં છું તો પણ,
મને જિંદગીનું ન સમજાય નાટક.

બધાં પ્રેક્ષકો તો ઊઠીને ગયાં છે,
છતાં શ્વાસનું કેમ લંબાય નાટક ?

હું અભિનયમાં જીવન ગુમાવી રહ્યો’તો,
અને કોઈ બોલ્યું, ” આ કહેવાય નાટક. ”

- ગૌરાંગ ઠાકર

 

આપણા દંભીપણાં સામે સીધી આંગળી ચીંધી, કવિ આપણા જીવનનાં નાટક પરથી બખૂબી પડદો ઉઠાવે છે.   જોકે, ક્યારેક રડતી આંખે હસતા હોઠોનું નાટક પણ કરવું પડતું હોય છે.  આપણે સંજોગોને અનુરુપ પાત્ર ભજવવામાં એવાં ઓતપ્રોત થઈ જઈએ છીએ  કે,  જિંદગીનું ‘નાટક’  સમજવું પણ મુશ્કેલ બની જતું હોય છે.   અને અંતે, જીવનમાં ‘જીવન’ રહેતું જ નથી.

વિશ્વ રંગમંચ દિને નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ.  

 

.


the attachments to this post:

prexako
prexako


9 Comments to “નાટક : ગૌરાંગ ઠાકર”

  1. vishwadeep says:

    બધા પેક્ષકો તો ઉઠેીને…. સુંદર અભિવ્યક્તિ..

    when you have time visit my bolg..
    http://www.vishwadeep.wordpress.com
    Thanks.

  2. વાહ ક્યા બાત હૈ

    “બધાં પ્રેક્ષકો તો ઊઠીને ગયાં છે,
    છતાં શ્વાસનું કેમ લંબાય નાટક ?”

  3. સુંદર સંતર્પક ગઝલ…

  4. Manav says:

    વાહ …. સરસ્,.,,,,

  5. સુંદર ગઝલ.

  6. સમગ્ર ગઝલ ગમી.

  7. sudhir patel says:

    સુંદર ગઝલ માણવી ગમી!
    સુધીર પટેલ.

  8. Lata Hirani says:

    ખૂબ સરસ ગઝલ !! બહુ ગમી

  9. vihang vyas says:

    વાહ…સરસ ગઝલ છે,એકદમ તાજગી સભર…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME