સતત : રઇશ મનીઆર

 

જો નિહાળું હું કદી ચહેરા સતત,
ને મને દેખાય છે ડાઘા સતત.

હાથથી રેતી ખરી તો જાણ થઇ,
હાથમાં વહેતા નથી દરિયા સતત.  

પંખી માટે જિંદગીભર ઝૂરનાર,
સાંભળી શકતા નથી ટહુકા સતત. 

માણસોને હું મળી શકતો નથી,
રોકી રાખે છે આ પડછાયા સતત.

દાવ સંકેલી ઊઠે તું એ પછી ય,
જિંદગી તો ફેંકશે પાસા સતત.

મૌનમાં ડૂબી રહ્યો છું દમ-બ-દમ,
શબ્દનાં નીકળે છે પરપોટા સતત.

- રઇશ મનીઆર

 

જિંદગી નામે ખેલાતી શતરંજનાં વિવિધ ‘પાસાં’ની ગઝલ.   જેમાં છેલ્લો પાસો તો જિંદગી જ નાંખે છે અને હાથમાંથી રેતી ‘ખરી’  જતી હોય એટલે કે -  સમય સરી જતો હોય છે.  પંખી તો ઠીક પણ ટહુકા સાંભળવાનું પણ દુષ્કર બની જતું હોય છે.  તો  પરિચિત ચહેરાને નજીકથી  નિહાળતાં ડાઘ તો જણાય જ આવશેને.   અને તેનાં કાળા ઓળા ’માણસ’ને ક્યાં મળવા દેતાં હોય છે ?   આ પરિસ્થિતિમાં પરપોટારુપી શબ્દો કરતાં શું મૌન જ ઉત્તમ નથી ?!!    એક સુંદર વ્યંજનાસભર ગઝલ ! 

 આ જ રદીફ પર ભગવતીકુમાર શર્માની એક ગઝલ માણવી ગમશે.

 

 .


8 Comments to “સતત : રઇશ મનીઆર”

  1. અદભૂત ગઝલ. દરેક અશઆર તરબતર કરી દે છે.

  2. vihang vyas says:

    ખુબ ગમતી ગઝલ.
    પંખી માટે જિંદગીભર ઝૂરનાર,
    સાંભળી શકતા નથી ટહુકા સતત.
    વાહ વાહ વાહ…

  3. રઈશભાઈની મઝાની ગઝલ..

  4. વાહ… બધા જ શેર સરસ થયા છે…

    દાવ સંકેલી ઊઠે તું એ પછી ય,
    જિંદગી તો ફેંકશે પાસા સતત.

    મૌનમાં ડૂબી રહ્યો છું દમ-બ-દમ,
    શબ્દનાં નીકળે છે પરપોટા સતત.
    - આ બે શેર સહેજ વધુ ગમી ગયા…

  5. pragnajuvyas says:

    નદીને નિહાળો …
    તેની માફક જીવનપ્રવાહમાં મુક્તપણે વહેતા રહો …(બસ પાણીની જેમ વહેતા રહો..રોકાઇ ના જાઓ.- એવું કંઇક કહે છે.) ધ્યેયપ્રાપ્તિની દોડ તમને બંધનમાં નાખશે …. શબ્દોના ભ્રમમાં ન ફસાઓ … શબ્દોની માયાજાળમાં ઘણી વાર સત્ય છુપાઈ જાય છે … ભગવાન બુદ્ધના શબ્દોને જ નહીં, તેમના પ્રેમમય જીવનને સમજો .. પ્રેમ જીવનનો આધાર છે … અસ્તિત્ત્વને સમગ્રતાથી પ્રેમ કરો …

  6. pragnajuvyas says:

    કાંઈ ગરબડ થઈ લાગે છે!
    સુધારી લેવા વિનંતિ

  7. ગમ્યું….

  8. Lata Hirani says:

    માણસોને હું મળી શકતો નથી, રોકી રાખ છે પડછાયા સતત…

    બહુ સરસ

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME