બળદ વિનાનું દોડે જૂનું ગાડું રે : ડૉ. દિનેશ ઓ. શાહ
હે જી મારું બળદ વિનાનું, દોડે જૂનું ગાડું રે,
પ્રભુજી તારી અકળ લીલા, હું કદી ના જાણું રે.
ગોળ-રોટલો મૂકી તેઁ, ભરી દીધું મુજ ભાણું રે,
અમરત જેવો સ્વાદ, તારી થાળીનો હું માણું રે.
રુદિયે ટહુકે કોયલ ને, આકાશી રંગોનું લ્હાણું રે,
દુનિયાના કોલાહલ વચ્ચે, ગાતો તારું ગાણું રે.
ખૂબ કમાયો ખૂબ ગુમાવ્યું, શું બચ્યું ના જાણું રે,
જીવનની સોનેરી સાંજે, તું જ હવે મુજ નાણું રે.
જંગલમાં તું મંગલ કરતો, તારી લીલા વખાણું રે,
સવાર સાંજ આવી જા’તો, તું લાવે નવલું વ્હાણું રે.
સઘળી ચિઁતા છોડીને હું, મુજ કરતાલ વગાડું રે,
તારા ભરોસે આગળ હાંકુ, હું બળદ બળ તારું રે.
- ડૉ. દિનેશ ઓ. શાહ
દિનેશ અંકલનાં જન્મદિને, તેમનું એક ખૂબ જ ગમતું ગીત. એકદમ સરળ ભાષામાં પરમ તત્ત્વની અકળ લીલા દર્શાવી, સમગ્ર જીવનનો સાર પણ સમજાવી દીધો છે. નાનપણમાં ગાડાં નીચે કૂતરુંની વાર્તા સાંભળેલી તે યાદ આવી ગઈ. દિનેશઅંકલને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !
.
the attachments to this post:


દીનેશ અંકલને જન્મદીન મુબારક
ખૂબ કમાયો ખૂબ ગુમાવ્યું, શું
બચ્યું ના જાણું રે,
જીવનની સોનેરી સાંજે, તું [...]
દિનેશભાઈ..સુંદર રચના
દિનેશભાઈને આજ ના મગલ દિવસે ખુબ ખુબ શુભેચ્છા !!!
દિનેશભાઈને જન્મદિનની વધાઈ.
ડો.દીનેશભાઈને જન્મદિનના અભિનંદન ગીત સહજ ગમી જાય તેવું
કવિશ્રીને જન્મ-દિવસની હાર્દિક વધાઈ!
સરળ ભાષામાં વહેતું સહજ ગીત!
સુધીર પટેલ.
ખુબ જ સરસ ગીત. ફરિયાદ ના કરતાં ભગવાનને ફરી-ફરી યાદ કરતા કવિને અભિનંદન.
ખુબ જ સરશ ગિત, જેમા પ્રભુ નો આભર લાગનિ સભર દેખય ચે.
મનિશ ગુજરત , ભારત
દિનેશભાઈ,
વાહ, શું ગીત છે, ગીતના શબ્દો છે, શબ્દોનો અર્થ છે !
આ ગીતને http://tahuko.com/?p=10792 પર સાભળ્યું તો કર્ણિકભાઈ ના સ્વરે એને એક ઓર રૂપ આપ્યું.
બારોબાર દિલ માં ઉતરી જાય એવું ગીત રચીને અને પછી અમારા જેવા સૌને એનો લાભ આપવા બદલ ખુબ ખુબ વધાઇ.
Internet તેમજ બધા દેશી બ્લોગોના માલિકોનો પણ ખુબ ખુબ આભાર.
સુનીલ