એપ્રિલફૂલ : હરદ્વાર ગોસ્વામી

 

aprilful

( એપ્રિલ-ફૂલ….પુષ્પ  Happy April fool Day )

આપના માટે બધા ઇનામ એપ્રિલફૂલ છે,
જિંદગીનું જાણે બીજું નામ એપ્રિલફૂલ છે.

સૌને છેતરવાની વૃત્તિ માણસોના મૂળમાં,
સાવ ખોટેખોટું બસ, બદનામ એપ્રિલફૂલ છે.

જેટલા એમાં વસે છે એ બધાએ મૂર્ખ છે,
દોસ્ત, આખું ઝંખનાનું ગામ એપ્રિલફૂલ છે.

ઘોર ઘન અંધારને સૂરજની લાલચ આપશે,
આ સમયનું માત્ર એક જ કામ એપ્રિલફૂલ છે.

એક સાંધે ત્યાં જ તૂટે તેરસો ‘હરદ્વાર’નાં,
એને માટે વર્ષ આખું આમ એપ્રિલફૂલ છે.

- હરદ્વાર ગોસ્વામી

 

ઝંખનાનાં ગામમાં વસેલાં આપણે સૌને આજે અને આખું વર્ષ ઈશ્વર પણ એપ્રિલફૂલ ના બનાવે તેવી શુભેચ્છાઓ સહ !  :)

 

.


the attachments to this post:

aprilful
aprilful


11 Comments to “એપ્રિલફૂલ : હરદ્વાર ગોસ્વામી”

  1. વિહંગ વ્યાસ says:

    જિંદગીનું જાણે બીજુ નામ એપ્રિલફૂલ છે. વાહ ! સ-રસ ગઝલ. હરદ્રારભાઇને અભિનંદન.

  2. દીદી મને તો આ બહુ જ ગમ્યું…..

  3. sudhir patel says:

    એપ્રિલફૂલનાં ભાવને સાંકળતી કવિ-મિત્ર હરદ્વારની ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  4. …છેતરવાની વૃત્તિ માણસોના મૂળમાં છે…
    ખુબ સરસ….

  5. Lata Hirani says:

    આખુ ઝંખનાનું ગામ એપ્રિલફૂલ છે…

    સરસ.. ગમ્યું..

  6. raksha says:

    શુ કહુ???????? તમારિ કલમ અણથક લખે ને અમે આ રહ્યા ભાવકો.

  7. સરસ પ્રાસંગિક….

  8. હરદ્વારભાઇ ની એક સરસ મઝાની ગઝલ અહીંયા પણ છે.

    http://vinelamoti.com

  9. pragnaju says:

    સરસ

  10. Dr.Falguni Tailor says:

    ખૂબ સરસ
    માનવી ની કડવી સચ્ચાઈ

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME